Gujarat Election 2022: BJPનું એક હથ્થું શાસન તોડનાર કોંગ્રેસ માટે આ બેઠક પર AIMIM બનશે પડકાર!

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Election 2022: અમદાવાદની જેમ જ અમદાવાદ કોટ વિસ્તારમાં આવેલી આ સીટ ભાજપનો ગઢ રહી છે. જ્યારથી ભાજપની સ્થાપના થઇ ત્યારથી માંડીને 2012 સુધી આ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો. ગત્ત ચૂંટણીમાં 1972 બાદ પહેલીવાર કોંગ્રેસને સફળતા મળી અને કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ ભાજપના સીટિંગ MLA ભૂષણ ભટ્ટને પરાજીત કરીને લાંબા સમય બાદ કોંગ્રેસને સફળતા મળી હતી.

જમાલપુર-ખાડિયા સીટ પર કોનો દબદબો રહ્યો?
જમાલપુર ખાડિયા વિધાનસભા સીટ પહેલા જમાલપુર વિધાનસભા સીટના નામે ઓળખાતી આ સીટ 1975માં પહેલીવાર ભારતીય જનસંઘના સીનિયર નેતા અશોકભટ્ટે આ સીટ પર જીત પ્રાપ્ત કરી અને ત્યાર બાદ 1980 માં જ્યારે ભાજપની સ્થાપના થઇ ત્યારથી અશોક ભટ્ટ ભાજપના ઉમેદવાર તરીકે સતત આ સીટ પર 2007 સુધી આ સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2010 માં તેમના નિધન બાદ અહીં પેટા ચૂટણી થઇ હતી જેમાં ભાજપ તરફથી લડેલા અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને ભાજપે ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા. ભૂષણ ભટ્ટે 2011ની પેટા ચૂંટણી અને 2012 ની વિધાનસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી. જેથી ફરી એકવાર સાબિત થયું કે, જમાલપુર-ખાડીયા વિધાનસભા સીટ પર ભાજપ અને ભટ્ટ ફેમિલીનો દબદબો છે તે સાબિત કરી દીધું હતું.

2012માં થયું હતું મતોનું વિભાજન
જો કે નવા સિમાંકન બાદ જમાલપુર-ખાડિયા વિધાનસભા સીટ પર ભાજપ માટે જીત મેળવવી થોડી મુશ્કેલ હતી. 2012 માં ભૂષણ ભટ્ટ માટે વિચિત્ર પરિસ્થિતિ પેદા થઇ. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ઉપરાંત ટિકિટ કપાવાના કારણે નારાજ ઉમેદવાર સાબિર કાબલીવાલા પણ અપક્ષ ચૂંટણી લડ્યા. જેના કારણે મતોનું વિભાજન 2 ના બદલે 3 લોકો વચ્ચે થયું જેથી ભૂષણ ભટ્ટનો પરાજય થયો હતો. લઘુમતી સમાજના મત વહેંચાઇ જવાના કારણે 2012 માં જાતિગત અને ધાર્મિક સમીકરણો પોતાની તરફી નહીં હોવા છતા પણ ભાજપને જીત મળી હતી.

ADVERTISEMENT

2017માં ભાજપે ગુમાવ્યો પોતાનો ગઢ
જો કે 2017 માં આખરે ભાજપે આ ગઢ ગુમાવવો પડ્યો હતો. 1975 થી ચાલી રહેલી પરંપરા અને ભટ્ટ પરિવારનો દબદબો આખરે ખતમ થયો અને લાંબા સમય બાદ લઘુમતિ સમાજના વર્ચસ્વવાળી સીટ પર કોંગ્રેસે બાજીમારી અને ઇમરાન ખેડાવાલાએ આ સીટ પરથી જીત પ્રાપ્ત કરી હતી. હાલ ઇમરાન ખેડાવાલા ખુબ જ સક્રિય છે. સ્થાનિક અને રાજકીય બંન્ને સ્તરે તેમની સક્રિયતા ઉડીને આંખે વળગે તેવી છે.

AIMIM કોંગ્રેસ માટે બનશે પડકાર
જો કે 2022માં આ સીટ કોંગ્રેસ માટે ફરી એકવાર અગ્નિપરીક્ષા સાબિત થઇ શકે છે. હાલના સમીકરણોને જોતા ભાજપ અહીં ધીરે ધીરે મજબુત પકડ બનાવી રહી છે. જ્યાં તે કાચી પડે છે તે લઘુમતી સમાજમાં મતોનું વિભાજન થાય તેવી સ્થિતિ પેદા થઇ છે. AIMIM અહીં પણ ઉમેદવાર ઉતારશે તો લઘુમતી સમુદાયના મત વિભાજીત થઇ જશે જ્યારે અન્ય તમામ મત ભાજપના પ્રોમિસિંગ વોટર્સ છે જેથી ભાજપ તરફી પલડુ વધારે ભારે લાગી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT