વાહવાહી કરવાના પૈસા છે, જરૂરી વસ્તુ માટેના પૈસા નથી: સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ઝાટકણી કાઢી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે ન માત્ર સખત અંદાજમાં નારાજગી વ્યક્ત કરી પરંતુ દિલ્હી સરકારની…

Arvind Kejriwal case

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે ન માત્ર સખત અંદાજમાં નારાજગી વ્યક્ત કરી પરંતુ દિલ્હી સરકારની જાહેરાતોના બજેટ અંગે પણ આદેશ આપ્યો. રીઝનલ રૈપિડ ટ્રાંજિટ સિસ્ટમ (RRTS) નિર્માણ માટે ભાગીદારી નહી આપવાના કારણે કોર્ટને આ આદેશ આપ્યો. જો કે કોર્ટે પોતાના આદેશને એક અઠવાડીયા માટે સ્થગિત કરતા કહ્યું કે, જો દિલ્હી સરકારે પૈસા ન આપ્યા તો તેની જાહેરાતના ફંડ આરઆરટીએસ માટે ટ્રાન્સફર કરી દેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ સરકારે દિલ્હીથી અલવર અને પાણીપત માટે બની રહેલા આરઆરટીએસ પ્રોજેક્ટ (રૈપિડ રેલ) માટે પોતાનો ફાળો નથી આપ્યો, જે અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આરઆરટીએસ પ્રોજેક્ટ દ્વારા દિલ્હી અને આસપાસના શહેરો વચ્ચે કનેક્ટિવિટી મજબુત કરવાનું શરૂ છે. દિલ્હીથી મેરઠ વચ્ચે પહેલા તબક્કામાં ટ્રેન સાહિબાબાદી દુહાઇ ડેપો વચ્ચે દોડવા લાગી છે. દિલ્હીથી રાજસ્થાનના અલવર અને હરિયાણાના પાણીપત સુધી ટ્રેન ચલાવવાની યોજના છે.

જસ્ટિસ કિશન કૌલ અને સુધાંશુ ધૂલિયાની બેંચે કહ્યું કે, 24 જુલાઇના રોજ દિલ્હી સરકારથી રજુ થયેલા વકીલે વિશ્વાસ અપાવ્યો હતો કે, પ્રોજેક્ટ માટે પૈસા આપવામાં આવશે. બેંચે કહ્યું કે, અમે તે નિર્દેશ આપવા માટે બાધ્ય છીએ કે જાહેરાત માટે ફાળવાયેલા ફંડને પ્રોજેક્ટ માટે ટ્રાન્સફર કરી દેવામાં આવે. જો કે દિલ્હી સરકાર તરફથી હાજર વકીલના અપીલ અંગે સુપ્રીમ કોર્ટે એક અઠવાડીયાનો સમય આપ્યો અને પોતાના આદેશને એક અઠવાડીયા માટે સ્થગિત કરી દેવામાં આવ્યો.

જુલાઇમાં પણ આ કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી જ્યારે દિલ્હી સરકારે અલવર અને પાણીપત આરટીએસ માટે પૈસા આપવામાં પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. કોર્ટે દિલ્હી સરકાર તરફથી જાહેરાત પર ખર્ચની રકમનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ત્રણ વર્ષમાં 1100 કરોડ રૂપિયા પ્રચાર માટે ખર્ચ કરવામાં આવ્યું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસા કેમ આવી શકે. સુપ્રીમ કોર્ટે 2 મહિનાની અંદર 415 કરોડ રૂપિયા માટે જણાવ્યું હતું. દિલ્હી સરકાર તરફથી ફંડ ઇશ્યું કરવામાં આવવાને કારણે સુપ્રીમ કોર્ટે આવેદન આપ્યું હતું જે અંગે બેંચે સુનાવણી કરતા અત્યાર સુધી એક અઠવાડીયાનો સમય આપ્યો છે.

નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાસે આરઆરટીએસની જવાબદારી છે. આ કેન્દ્ર અને સંબંધિત રાજ્યોનું જોઇન્ટ વેંચર છે. દિલ્હી અને મેરઠની વચ્ચે બની રહેલા પ્રોજેક્ટ માટે કેજરીવાલ સરકારે પોતાની ભાગીદારી આપી હતી. જો કે બાકી બે રૂટ માટે ફંડ આપવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. પહેલા કોર્ટે દિલ્હી સરકારને દિલ્હી-મેરઠ રૂટ માટે પર્યાવરણ ક્ષતિપૂર્તિ શૂલ્ક (ECC) થી 500 કરોડ આપવા માટે કહ્યું હતું. 82.15 કિલોમીટરના આ રૂટની પરવાનગી સરેરાશ આવક 31,632 કરોડ રૂપિયા છે. રૈપિડ રેલ દ્વારા દિલ્હી-મેરઠ વચ્ચેની મુસાફરી માત્ર 60 મિનિટની થઇ જશે.