લ્યો બોલો, કેન્દ્રીય મંત્રીએ કહ્યું Congress ની સરકારમાં વીજળી યોગ્ય રીતે આપવામાં આવતી ન હોવાથી વસ્તી વધી

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

કર્ણાટક: રાજ્યમાંમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નેતાઓ પોતાની પાર્ટીને સત્તામાં લાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વસ્તી વધારા માટે અગાઉના Congress ના શાસનને જવાબદાર ઠેરવ્યું છે.

ગુરુવારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર નિશાન સાધતા એક ખૂબ જ વિચિત્ર નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કર્ણાટકમાં કહ્યું કે, કોંગ્રેસે પોતાના શાસનમાં ઓછી વીજળી આપી. વીજળી યોગ્ય રીતે ન આપી શકવાના કારણે કોંગ્રેસના શાસનમાં વસ્તી વધી. આમ વસ્તી વધારા માટે પ્રહલાદ જોશીએ કોંગ્રેસની સરકારને જવાબદાર ગણાવ્યું હતું.

કોંગ્રેસ પર સાધ્યું હતું નિશાન
અગાઉ મંગળવારે તેમણે કહ્યું હતું કે લાંબા સમયથી સત્તાની બહાર રહેવાને કારણે કોંગ્રેસ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠી છે. પ્રહલાદ જોશીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કહે છે કે તેમને સંસદમાં બોલવા દેવામાં આવ્યા નથી, જ્યારે તેઓ સંસદમાં બોલતા હતા ત્યારે તેઓ કોઈ પણ તથ્ય વિના આક્ષેપો કરી રહ્યા હતા. જ્યારે તેમને સત્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ આધાર આપ્યો ન હતો. સ્પીકર અને અધ્યક્ષ પર આવા આરોપો લગાવવા એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: Afghanistan ના મઝાર-એ-શરીફમાં બોમ્બ બ્લાસ્ટ, તાલિબાનના ગવર્નર સહિત ત્રણના મોત

ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ પર પ્રહાર
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ પણ ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને ભ્રષ્ટાચાર અંગે બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તે દેશમાં ભ્રષ્ટાચારના લોહી ચૂસનાર છે. જવાહરલાલ નેહરુથી લઈને મનમોહન સિંહ સુધી પાર્ટી અનેક ભ્રષ્ટ સોદાઓમાં સામેલ રહી છે. કોંગ્રેસે ભાજપના ધારાસભ્યના પુત્રની લાંચ કેસમાં ધરપકડ પર કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈના રાજીનામાની માંગ કરી હતી. પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે લોકાયુક્તના દરોડા માટે રાજ્ય સરકારની પ્રશંસા કરવી જોઈએ. કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સત્તા પર હોવાથી અમે દરોડા ટાળી શક્યા હોત, પરંતુ અમે તેમ કર્યું નથી. જે ખોટું કરે છે તેને સજા મળવી જોઈએ. પૂછપરછ ચાલી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે લોકાયુક્તની સત્તાનો ભંગ કર્યો છે.

ADVERTISEMENT

ડીકે શિવકુમાર પાસેથી માફીની માંગણી
કેન્દ્રીય મંત્રીએ મેંગલુરુ કુકર બ્લાસ્ટને નાની ઘટના તરીકે વર્ણવવા બદલ કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર પાસેથી માફીની માંગ કરી હતી. તેણે કહ્યું હતું કે કુકર બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી છે. શું તમે (ડીકે શિવકુમાર) ISIS કે તાલિબાનને સમર્થન કરશો? શું તમે જાહેરમાં માફી માંગશો? બે મહિના પહેલા શિવકુમારે કુકર બ્લાસ્ટને મામૂલી અકસ્માત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ભાજપ લોકોનું ધ્યાન ભટકાવવા માટે તેનો ઉપયોગ કરી રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT