UP પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશન ગઇ હતી મહિલા, PI ની પિસ્ટલથી માથામાં વાગી ગોળી

ADVERTISEMENT

Passport Varification case
Passport Varification case
social share
google news

Aligarh News: પોલીસના હાથમાં પિસ્ટલથી ગોળી વાગી. ગોળી સામે ઉભેલી મહિલાના માથામાં વાગી અને તે ધડામ કરતા જમીન પર ઢળી પડી હતી. મહિલા પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન આવી હતી.

પોલીસ સ્ટેશનની અંદર દુર્ઘટના થઇ

ઉત્તરપ્રદેશના અલીગઢમાં પોલીસ સ્ટેશનની અંદર દુર્ઘટના થઇ. સરકારી પિસ્ટલથી પોલીસના હાથોથી ગોળી વાગી હતી. ગોળી સીધી એક મહિલાના માથામાં વાગી હતી. તે ધડામથી જમીન પર પડી હતી. ગોળીનો અવાજ સાંભળીને જ પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગઇ હતી. આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.

ગોળી વાગ્યા બાદ ઘાયલ મહિલાને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઇ જવાઇ

ગોળી વાગ્યા બાદ ઘાયલ પડેલી મહિલાને ગંભીર સ્થિતિમાં તત્કાલ હોસ્પિટલ લઇ જવામા આવ્યા. જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જણાવાઇ રહ્યું છે. બીજી તરફ ઘટના બાદ બેદરકાર પોલીસ ઇન્સપેક્ટર પર સીનિયર અધિકારીઓ દ્વારા એક્શન લેવાઇ છે. તેને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

અલીગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે

મળતી માહિતી અનુસાર મામલો અલીગઢના કોતવાલી પોલીસ સ્ટેશનનો છે. જ્યાં એક મહિલા પાસપોર્ટ વેરિફિકેશન માટે આવી હતી. આ પોલીસ ઇન્સપેક્ટરના ટેબલ સામે ઉભી હતી. ત્યારે પોલીસના હાથે સરકારી પિસ્ટલથી ગોળી છુટી હતી. ગોળી સીધી જ મહિલાના માથામાં વાગી હતી, જેમાં તે જમીન પર ફસડાઇ પડી હતી. ભાગીને મહિલાની સાથે ઉભેલા એક વ્યક્તિએ તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલા લોહીલુહાણ સ્થિતિમાં બેભાન થઇને ઢળી પડી હતી. પોલીસની મદદથી તત્કાલ તેને JN મેડિકલ કોલેજ લઇ જવામાં આવ્યા. તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે.

ઉચ્ચ અધિકારીઓ માહિતી મળતા પોલીસ સ્ટેશન પહોંચી

બીજી તરફ જેવી ઘટનાની માહિતી અધિકારીઓને મળી તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા. ઘટનાની ગંભીરતાને જોતા એસએસપીએ આરોપી પોલીસ ઇન્સપેક્ટર મનોજ શર્માને તત્કાલ પ્રભાવથી હટાવી દેવાયા છે. સાથે જ પોલીસ ઇન્સપેક્ટરની વિરુદ્ધ કેસ પણ દાખલ કરાવ્યો છે.

ADVERTISEMENT

ઘટનાનો વીડિયો સામે આવ્યો

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં રહેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ. જેમાં જોઇ શકાય છે કે, કઇ રીતે એક સિપાહી પોલીસ ઇન્સપેક્ટરને પિસ્ટલ પકડાવે છે. ઇન્સપેક્ટર પિસ્ટલને આમ તેમ ફેરવીને ચેક કરે છે. ત્યારે અચાનક ગોળી છુટી જાય છે. ગોળી સામે બુરખો પહેરેલી એક મહિલાના માથામાં વાગે છે. ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં દોડાદોડી થાય છે. પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હક્કા બક્કા રહી જાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT