લગ્નમાં ડાંસ કરવા મુદ્દે વિવાદ થતા પત્ની સીધી કેનાલમાં કુદી, તેને બચાવવા પતિ પણ કુદ્યો પછી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

Hardoi News: લગ્નમાં હાજરી આપવા સંબંધીના ઘરે ગયેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. નારાજ મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું. પત્નીને બચાવવા પતિ પણ કૂદી પડ્યો. આ બંને વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. ડુબકીબાજો નેની શોધ કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના માધગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ સાથે ઝઘડા પછી મહિલાએ બાઇક પરથી ઉતરીને નહેરમાં ઝંપલાવ્યું હતું. પત્નીને બચાવવા પતિએ પણ કેનાલમાં ઝંપલાવ્યું હતું. બંને પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા.

બંનેને પાણીમાં શોધખોળ ચલાવવામાં આવી હતી. પરંતુ, હજુ સુધી આ બંને વિશે કંઈ જાણવા મળ્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે પતિ-પત્ની ભાઈ-ભાભીના ઘરે ગયા હતા. બંને વચ્ચે ઝઘડો થયો અને ઘરે પરત ફરતી વખતે પત્નીએ કેનાલમાં ઝંપલાવ્યું.પત્નીને બચાવવા પતિએ પણ કેનાલમાં ઝંપલાવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, માધુગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નેવાડા ગામના રહેવાસી માનસિંહના સાળા બિલગ્રામ કોતવાલી વિસ્તારના અખ્ત્યારપુરમાં રહે છે.

માનસિંગ તેની પત્ની આરતી સાથે લગ્નમાં હાજરી આપવા માટે તેના ઘરે ગયો હતો. લગ્નમાં ડાન્સ કરવાને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પીડિતાના પરિવારનું કહેવું છે કે, આરતી લગ્નમાં તેની બહેનો સાથે ડાન્સ કરી રહી હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. બંને માધુગંજથી ઘરે જવા નીકળ્યા અને શારદા નહેરના પુલ પર પહોંચ્યા હતા. આ દરમિયાન બાઇકની સ્પીડ થોડી ઘટી હતી. આરતી અચાનક બાઇક પરથી નીચે ઉતરી કેનાલમાં કૂદી પડી હતી.

ADVERTISEMENT

બંનેની શોધખોળમાં લાગેલા છે, હજુ સુધી કંઈ મળ્યું નથી. પોલીસની સાથે સંબંધીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગોતાખોરો દ્વારા બંનેની શોધ કરવામાં આવી રહી છે. પરંતુ, અત્યાર સુધી તેમના વિશે કંઈ જાણવા મળ્યું નથી. અધિક પોલીસ અધિક્ષક દુર્ગેશ કુમાર સિંહે જણાવ્યું કે બંનેને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT