3 કરોડની લોટરી જીતતા જ પત્નીએ રંગ દેખાડ્યો, 20 વર્ષનું લગ્નજીવન છોડી બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: પૈસા સારા-સારા લોકોનું મન બદલી નાખે છે. તેનું જીવતું-જાગતું ઉદાહરણ થાઈલેન્ડમાં જોવા મળ્યું. અહીં એક મહિલાએ 3 કરોડની લોટરી જીતતા જ પોતાના પતિને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા. પીડિતાના 47 વર્ષીય પતિ નરિને જણાવ્યું કે, તેની પૂર્વ પત્ની ચૌવિને તેને છોડતાની સાથે જ તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. નરિને કહ્યું કે, હું વિશ્વાસ નથી કરી શકતો કે લગ્નના 20 વર્ષ પછી પત્ની આ રીતે છોડી દેશે. મારી પત્નીના આ કૃત્યથી હું ખૂબ જ આઘાતમાં અને પરેશાન છું. 20 વર્ષના સંબંધ પછી મેં ક્યારેય વિચાર્યું ન હતું કે પત્ની આવું કરશે.

પત્નીએ લોટરી જીતીને બીજા લગ્ન કરી લીધા
થાઈલેન્ડના નરિન નામના વ્યક્તિને જ્યારે ખબર પડી કે તેની પત્નીએ ગુપ્ત રીતે રૂ. 2.9 કરોડની લોટરી જીતી લીધી છે અને પછી બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા છે ત્યારે તેને આઘાત લાગ્યો હતો. હવે 47 વર્ષીય નરિન તેની પત્ની વિરુદ્ધ કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યો છે. ચાયફુમના ઈસાન પ્રાંતના નરીને 20 વર્ષ પહેલા 43 વર્ષીય ચૈવાન સાથે લગ્ન કર્યા હતા. બંનેને ત્રણ દીકરીઓ પણ છે.

પરિવાર પર દેવું હોવાથી પતિ વિદેશમાં કામ કરતો હતો
નરિને જણાવ્યું હતું કે પરિવાર 2 મિલિયન Bahtથી વધુનું દેવું હતું અને 2014 માં દક્ષિણ કોરિયા જવાનું નક્કી કર્યું. જ્યારે નરિન દક્ષિણ કોરિયામાં કામ કરી રહ્યો હતો, ત્યારે તેની પત્ની થાઈલેન્ડ પરત આવી. જે પછી તેણે તેના પરિવારના ખર્ચ માટે દર મહિને લગભગ 27,000થી 30,000 Baht ટ્રાન્સફર કર્યા. જો કે નરિનને પાછળથી તેની પુત્રીઓ પાસેથી ખબર પડી કે ચાઈવાન જેકપોટ લોટરી જીતી ચૂકી છે.

ADVERTISEMENT

20 વર્ષનો સંબંધ એક ઝટકામાં તૂટી ગયો
નરિને વધુમાં જણાવ્યું કે તેની પત્નીએ લોટરીના પૈસા છુપાવીને રાખ્યા હતા. તેમની દીકરીઓએ તેને લોટરી વિશે જણાવ્યું હતું. નરિને જણાવ્યું કે, જ્યારે તેની પત્નીએ 3 કરોડ રૂપિયા જીત્યા ત્યારે તે દક્ષિણ કોરિયામાં કામ કરી રહ્યો હતો. 3 માર્ચના રોજ, તે તેના દેશ થાઈલેન્ડ પાછો ફર્યો ત્યારે ખબર પડી કે તેની પત્ની ચૌવિને કોઈ બીજા સાથે લગ્ન કર્યા છે. લોટરીના પૈસા અંગેનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને નરિન કહે છે કે તેને ન્યાય મળવો જોઈએ. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે. બીજી તરફ નરિનના વકીલનું કહેવું છે કે તેમના અસીલને ઓછામાં ઓછા અડધા પૈસા મળવા જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT