Farmers Protest: ત્રણ દિવસમાં 300 કરોડનું નુકશાન, ખેડૂત આંદોલનની અર્થતંત્ર પર માઠી અસર, જુઓ આંકડા
જો અગાઉના આંદોલનની વાત કરવામાં આવે તો 13 મહિના ચાલેલ આંદોલનના કારણે દેશની અર્થવ્યવસ્થાને 3500 કરોડથી વધુનું નુકસાન થયું હતું
ADVERTISEMENT
Farmers Protest Latest News: ખેડૂત આંદોલન-2ની અસર હવે વેપાર-ધંધા પર દેખાઈ રહી છે. કારણ કે ઘણી જગ્યાએ ખેડૂતો પોતાની માંગણીઓ સાથે મુખ્ય માર્ગ પર બેસી ગયા છે. માર્ગ બંધ થવાના કારણે સામાન્ય માણસ જ નહીં વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ આંદોલનની અસર જનતાના ખિસ્સા પર પણ પડવા લાગી છે.
સાત દિવસમાં એક હજાર કરોડનું નુકશાન
આજે ખેડૂત આંદોલનનો સાતમો દિવસ છે. આ આંદોલનની સીધી અસર દેશના અર્થતંત્ર પર થતી જોવા મળે છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર, દિલ્હીમાં સરહદો સીલ કરવાના કારણે દેશના અર્થતંત્ર (India Economy) ને ત્રણ દિવસમાં 300 કરોડથી વધુનું નુકસાન થયું છે. ઉપરાંત સિંધુ બોર્ડર અને ટિકરી બોર્ડર (Singhu And Tikri Border) પર આવેલા કુંડલી ઈન્ડસ્ટ્રીયલ (Kundli Industrial) અને બહાદુરગઢ ઈન્ડસ્ટ્રિયલ (Bahadurgarh Industrial)ને દૈનિક 55 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. માટે એવો ચોક્કસથી અંદાજો લગાવી શકાય છે કે સાત દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે દેશના અર્થતંત્રને હજાર કરોડથી વધુની નુકશાનની થઈ હોય શકે છે.
જો અગાઉના આંદોલનની વાત કરવામાં આવે તો 13 મહિના ચાલેલ આંદોલનના કારણે દેશની અર્થવ્યવસ્થાને 3500 કરોડથી વધુનું નુકસાન થયું હતું અને 150 ફેક્ટરીઓને તાળા વાગી ગયા હતા.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની અને ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવાની માંગને લઈ હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર (Haryana Punjab Shambhu Border) પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. માંગને લઈ ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય સરકારના મંત્રીઓ વચ્ચે અત્યાર સુધીમાં ચાર તબક્કામાં બેઠક યોજાઈ ચુકી છે. પરંતુ તેમાં કોઈ ઉકેલ નીકળ્યો નથી. ખેડૂતો તેની માંગણીને લઈ અડગ છે અને તે કોઈ વચ્ચેનું સમાધાન કરવા ઇચ્છતા નથી.
ADVERTISEMENT