વાયનાડમાં ભૂસ્ખલન થતા 106 લોકોએ જીવ ગુમાવ્યા, કેરળમાં 2 દિવસના શોકની જાહેરાત

ADVERTISEMENT

Wayanad Landslide
કેરળના વાયનાડમાં ભૂસ્ખલન
social share
google news

Wayanad Landslide:  કેરળના વાયનાડ જિલ્લામાં એક ભયાનક દુર્ઘટના બની છે. વાયનાડના મેપાડી, મુંડક્કલ અને ચુરલમાલા વિસ્તારમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં અનેક મકાનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 100ને પાર થઈ ગયો છે, જે સતત વધી રહ્યો છે. હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે.  કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સેના અને NDRFની ટીમ દ્વારા મોટાપાયે બચાવ કામગીરી ચાલી રહી છે. પરિસ્થિતિ એટલી મુશ્કેલ છે કે રાહત અને બચાવ માટે સેનાના જવાનોને તૈનાત કરવા પડ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર, સ્થિતિ એટલી ભયાનક છે કે વાયુસેનાને તમિલનાડુથી બે હેલિકોપ્ટર દ્વારા મોકલવા આવી.

કેરળમાં બે દિવસના શોકની જાહેરાત

કેરળ સરકારે આ દુર્ઘટના બાદ બે દિવસના શોકની જાહેરાત કરી છે. કેરળમાં તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.  હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. તેમને શોધવા માટે ડ્રોન અને સર્ચ ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી રહી છે.

Wayanad Landslide, Kerala

ADVERTISEMENT

દેશની ત્રણેય સેના બચાવ કાર્યમાં જોડાઈ

કેરળના વાયનાડમાં આવો વિનાશ આ પહેલા ભાગ્યે જ જોવા મળ્યો છે. ગઈકાલ સુધી જ્યાં હરિયાળી હતી ત્યાં માત્ર કાટમાળ જ દેખાય છે એ માનવું મુશ્કેલ છે. જ્યાં પહેલા વસાહતો હતી ત્યાં હવે માત્ર તબાહીનું દ્રશ્ય છે. વરસાદ બાદ જમીન સાથે સરકી ગયેલા મકાનોના કાટમાળ છે. દેશની ત્રણેય સેનાઓ વાયનાડમાં કુદરતી આફતના યુદ્ધના મેદાનમાં બચાવ અભિયાનમાં ઉતરી છે. ત્રણેય સેના રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. ભારતીય વાયુસેનાએ રાજ્ય સરકાર અને NDRF અધિકારીઓને મદદ કરવા વાયનાડમાં બચાવ અને રાહત કામગીરી માટે એક MI-17 અને ALH ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. આર્મી અને નેવીના ડાઇવર્સ પણ બચાવ કાર્યમાં જોડાયેલા છે.

Wayanad Landslide, Kerala

ADVERTISEMENT

વહેલી સવારે થયું ભૂસ્ખલન

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે ફરી એકવાર ભૂસ્ખલન થયું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા, તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં મૃત્યુંઆંક સતત વધી રહ્યો છે. 

ADVERTISEMENT

16 લોકો હોસ્પિટલમાં દાખલ

કેરળના મુખ્ય સચિવ વી.વેણુએ જણાવ્યું કે, લગભગ 2-3 વખત ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનમાં ઈજાગ્રસ્ત થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ દુર્ઘટના પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

કંટ્રોલ રૂમ ઉભો કરાયો

CMOના જણાવ્યા અનુસાર, વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે. ઈમરજન્સી સહાય માટે હેલ્પલાઈન નંબર 9656938689 અને 8086010833 પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. 

Wayanad Landslide, Kerala

PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

 

250 કર્મીઓ બચાવ કામગીરીમાં જોડાયા

વાયનાડ ચુરલમાલામાં બચાવ કામગીરીમાં ફાયર એન્ડ રેસ્ક્યુ, સિવિલ ડિફેન્સ, એનડીઆરએફ અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના 250 સભ્યો સામેલ છે. એનડીઆરએફની વધારાની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે.

રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ

વાયનાડથી સાંસદ રહી ચૂક્યા છે રાહુલ ગાંધી

તમને જણાવી દઈએ કે, વાયનાડ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો લોકસભા ક્ષેત્ર છે. આ વર્ષે (2024) પણ, રાહુલ ગાંધીએ રાયબરેલી તેમજ વાયનાડથી લોકસભા ચૂંટણી જીતી હતી, જોકે બાદમાં તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT