Bangladesh માં હિંસાથી 133ના મોત, બોર્ડર પર જવાનો હાઈ એલર્ટ પર; 15 હજાર ભારતીયો ફસાયા
Bangladesh Protest News : બાંગ્લાદેશમાં વધતી હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને BSF એક્શન મોડમાં આવી ગયું છે.
ADVERTISEMENT
Bangladesh Protest News : બાંગ્લાદેશમાં વધતી હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને BSF એક્શન મોડમાં આવી ગયું છે. પાડોશી દેશમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BSFના દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવા બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર તેના અધિકારક્ષેત્રમાં વિશેષ સહાય ડેસ્ક સ્થાપિત કર્યા છે.
ઉગ્ર બની રહ્યું છે આંદોલન
સરકારી નોકરીઓમાં આરક્ષણના વિરોધમાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે. અત્યાર સુધીમાં 133 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે. ટ્રેન-મેટ્રો સેવાઓ ઠપ થઈ ગઈ છે. ઈન્ટરનેટ બંધ હોવાના પણ સમાચાર છે. દેશમાં અશાંતિને જોતા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય, નેપાળી અને ભૂતાનના વિદ્યાર્થીઓ તેમના દેશમાં પરત ફરી રહ્યા છે.
BSFએ સંભાળ્યો મોરચો
પડોશી દેશમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે આ વિદ્યાર્થીઓને સુરક્ષિત વાપસીમાં મદદ માટે બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સીમા પર ખાસ હેલ્પ ડેસ્ક સ્થાપ્યા છે.
ADVERTISEMENT
15,000 ભારતીયો સુરક્ષિત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, હાલમાં બાંગ્લાદેશમાં રહેતા 8,500 વિદ્યાર્થીઓ સહિત 15,000 ભારતીયો સુરક્ષિત છે. દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના પ્રવક્તા અને ડીઆઈજી અમરીશ કુમાર આર્યએ રવિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, અત્યાર સુધીમાં BSFએ 572 ભારતીય વિદ્યાર્થીઓ, 133 નેપાળી વિદ્યાર્થીઓ અને ચાર ભૂટાની વિદ્યાર્થીઓના સુરક્ષિત વાપસીમાં સંપૂર્ણ મદદ કરી છે.
મેજિકલ હેલ્પ ડેસ્કની સ્થાના કરાઈ
પરત ફરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ ચિંતાઓને દૂર કરવા માટે મેડિકલ હેલ્પ ડેસ્કની પણ સ્થાપના કરવામાં આવી છે. ખાસ હેલ્પ ડેસ્ક દ્વારા કોઈપણ જરૂરી દસ્તાવેજોમાં સુધારા કરવામાં મદદ પણ આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
બાંગ્લાદેશના અધિકારીઓ સાથે સંપર્કમાં
બીએસએફ ડીઆઈજીએ કહ્યું કે, પાડોશી દેશમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીએસએફ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) સાથે સતત સંપર્કમાં છે. આ સમન્વયને કારણે રાત્રિના સમયે પણ વિદ્યાર્થીઓનું સલામત સ્થળાંતર સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT