મેડલ પરત કરવા PMO જઈ રહેલી વિનેશ ફોગાટને પોલીસે રોકી, રેસલરે કર્તવ્ય પથ પર મૂકી દીધો અર્જુન એવોર્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vinesh Phogat: કુસ્તીની દુનિયામાં ચાલી રહેલું ‘દંગલ’ અટકવાનું નામ નથી લઈ રહ્યું. કુસ્તીબાજ બજરંગ પુનિયા બાદ આજે મહિલા રેસલર વિનેશ ફોગાટે પણ પોતાનું સન્માન પરત કર્યું છે. જ્યારે તે સન્માન પરત કરવા માટે PMO જઈ રહી હતી ત્યારે પોલીસે વિનેશને કર્તવ્યપથ પર રોકી દીધી હતી. આ પછી વિનેશે તેનો અર્જુન એવોર્ડ કર્તવ્ય પથ પરના બેરિકેડ્સ પર મૂકી દીધો. વિનેશથી પહેલા બજરંગ પુનિયાએ તેનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો.

એવોર્ડ પરત કરતા પહેલા વિનેશ ફોગાટે કહ્યું કે, આ દિવસ કોઈપણ ખેલાડીના જીવનમાં ન આવવો જોઈએ. દેશની મહિલા કુસ્તીબાજો સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

અગાઉ બજરંગ પુનિયાએ પણ પદ્મશ્રી પરત કર્યું

22 ડિસેમ્બરે બજરંગ પુનિયાએ તેનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. આ માત્ર કહેવા માટે મારો પત્ર છે. બજરંગ પુનિયાએ પોતાનું પદ્મશ્રી સાક્ષી મલિકના સન્યાસની જાહેરાત બાદ પરત કરી દીધું હતું.

ADVERTISEMENT

WFIમાં બ્રિજભુષણના નજીકના સંજય સિંહની પસંદગીથી નારાજગી

વાસ્તવમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ ‘બબલુ’ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જીત્યા હતા. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા રેસલર આને લઈને નારાજ છે. આ કુસ્તીબાજો લાંબા સમયથી બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ પર મહિલા હોવી જોઈએ.

ADVERTISEMENT

જોકે, સંજય સિંહના નેતૃત્વમાં ભારતીય કુસ્તી મહાસંઘની નવી ચૂંટાયેલી કાર્યકારીણીને રમત મંત્રાલયે સસ્પેન્ડ કરી દીધી હતી. મંત્રાલયે તેના નિર્ણયમાં કહ્યું હતું કે, WFI એ વર્તમાન નિયમોની સંપૂર્ણ અવગણના કરી છે. સત્તાવાર રિલીઝમાં, રમત મંત્રાલયે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્પર્ધાઓની જાહેરાત ઉતાવળમાં કરવામાં આવી હતી અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT