વિચિત્ર ચોરી! મનપસંદ યુવતી નહી મળતા યુવકે શિવલિંગને ઝાડીઓમાં ફેંકી દીધું

ADVERTISEMENT

UP man theft shivling
UP man theft shivling
social share
google news

લખનઉ : ઉત્તરપ્રદેશમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના કોશામ્બી જિલ્લામાં એક યુવક શ્રાવણ મહિના દરમિયાન રોજ સવાર સાંજ મહાદેવની પુજા અર્ચના કરતો હતો. બદલામાં તેણે પોતાની મનપસંદ યુવતી તેના પ્રણયનો સ્વિકાર કરે તેવી કામના કરી હતી. જો કે તે યુવતીએ તેના પ્રેમનો પ્રતિસાદ નહી આપતા યુવકે શિવલિંગ ચોરી કરી લીધું હતું.

લગ્ન થઇ જાય તે માટે મહાદેવની માનતા રાખી હતી

છોટુ નામનો આ વ્યક્તિ પોતાના લગ્ન થઇ જાય તે માટે શ્રાવણ માસમાં મહાદેવની ખુબ જ સેવા પુજા કરી હતી. જો કે શ્રાવણ મહિનાના અંતે પણ તેની મનપસંદ યુવતી કે અન્ય કોઇ પણ યુવતીએ લગ્ન માટે નહી માનતા યુવક ગુસ્સે ભરાયો હતો. ખુબ જ જુના અને ઐતિહાસિક ભૈરવ બાબા મંદિરમાંથી શિવલિંગ ચોરી કરી લીધું હતું. મંદિરથી દુર આવેલી એક ઝાડીમાં ફેંકી દીધું હતું.

માનતા નહી ફળતા યુવકે ગુસ્સામાં શિવલિંગની ચોરી કરી

ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વહેલી સવારે મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે મંદિરમાંથી શિવલિંગ જ ગાયબ થઇ ગયું હતું. તત્કાલ પોલીસને જાણ કરવામાં આવી હતી. 10 કલાકની શોધખોળ બાદ પોલીસે છોટુ નામના શખ્સને ઝડપી લીધો હતો. તેના જણાવ્યા અનુસાર પોલીસે તપાસ કરતા શિવલિંગ મળી આવ્યું હતું.

ADVERTISEMENT

છોટુ નામનો વ્યક્તિએ ભગવાનને ફેંકી દીધા

છોટુ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છોટુ નામનો વ્યક્તિ શ્રાવણ મહિના દરમિયાન રોજિંદી રીતે લગ્ન થઇ જાય તેવી માનતા સાથે મહાદેવની પુજા કરતો હતો. જો કે આખો મહિનો સેવા કરવા છતા કોઇ પણ યુવતી નહી મળતા છોટુને ગુસ્સો આવ્યો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા છોટુએ શિવલિંગ ઉખાડીને નજીકની ઝાડીમાં ફેંકી દીધી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT