ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: ‘ભાઈ, માંને ન કહેતો…’, 7 દિવસથી સુરંગમાં ફસાયેલા પુષ્કરની વાત સાંભળી મોટાભાઈ રડી પડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news
Uttarkashi Tunnel Rescue Operation: ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં 40 શ્રમિકો ફસાયાને આજે સાતમો દિવસ છે. અમેરિકી ડ્રિલિંગ મશીનની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. 150 કલાકથી વધુ સમયથી ટનલમાં ફસાયેલા શ્રમિકોની તબિયત હવે બગડવા લાગી છે. સુરંગની બહાર હાજર તેમના પરિવારના સભ્યો ચિંતામાં છે. કેટલાક શ્રમિકોની તેમના પરિવાર સાથે વાતચીત પણ કરાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં એક શ્રમિક પુષ્કરને જ્યારે તેના ભાઈ વિક્રમસિંહ સાથે વાત કરવાનો મોકો મળ્યો ત્યારે તેણે સૌથી પહેલા કહ્યું તે, ‘ભાઈ, માંને કહેતો નહીં કે હું અહીં સુરંગમાં ફસાયેલો છું.’નબળાઈના કારણે 25 વર્ષનો પુષ્કર બરાબર બોલી પણ શકતો ન હતો. તેણે ભાઈને કહ્યું કે, ‘હું ઠીક છું. અહીં બીજા પણ શ્રમિકો ફસાયેલા છે. જો તું માંને મારા વિશે કહીશ તો તે ચિંતા કરશે.’ આ દરમિયાન નાનાભાઈની વાત સાંભળતા જ વિક્રમસિંહ રડી પડ્યા.

મેં શુક્રવારે પુષ્કર સાથે કરી વાતઃ વિક્રમસિંહ

સુરંગમાં નાખવામાં આવેલી એક પાઈપ દ્વારા વિક્રમસિંહે પુષ્કર સાથે વાત કરી. ચંપાવત જિલ્લાના છન્ની ગોઠ ગામના રહેવાસી વિક્રમસિંહે જણાવ્યું કે, મને ગત શુક્રવારે મારા ભાઈની સાથે થોડીવાર વાત કરવાનો મોકો મળ્યો. આખી વાતચીત દરમિયાન તેની ચિંતા એક જ હતી કે હું આ વિશે મારી માતાને ન જણાવ્યું.પુષ્કર ઘરમાં સૌથી નાનો હોવાને કારણે તે માંને સૌથી વધુ પ્રેમ કરે છે.

‘બંને ખૂબ જ આઘાતમાં’

ઉત્તરાખંડ રોડવેઝમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા વિક્રમસિંહે કહ્યું કે, ‘મને આ ઘટનાની જાણ થતાં જ હું ઘરે કંઈપણ કહ્યા વિગર તરત જ ઉત્તરકાશી આવી ગયો. પરંતુ મારા કેટલાક પડોશીઓએ ઘરે જઈને મારા માતા-પિતાને આ દુર્ઘટનાના સમાચાર આપ્યા હતા. આ સમાચાર સાંભળીને બંને ખૂબ જ આઘાતમાં છે.’

વધારી રહ્યા છે શ્રમિકોનું મનોબળ

તમને જણાવી દઈએ કે, બચાવ અભિયાનમાં લાગેલા કામદારો સુરંગમાં ફસાયેલા કામદારો સાથે સતત વાત કરી રહ્યા છે અને તેમનું મનોબળ વધારી રહ્યા છે. સુરંગની અંદર 11 પાઈપો દ્વારા ઓક્સિજન અને ડ્રાય ફ્રૂટ્સ સહિત આવશ્યક ચીજવસ્તુઓ મોકલવામાં આવી રહી છે.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT