Ujjain Rape Case: દુષ્કર્મ પીડિતા નગ્ન હાલતમાં મદદ માંગતી રહી કોઇ મદદે ન આવ્યું
Ujjain Rape : ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ દુષ્કર્મ મામલે મોટી જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, તેની તપાસ માટે એક SIT ની રચા કરી છે તે…
ADVERTISEMENT
Ujjain Rape : ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ દુષ્કર્મ મામલે મોટી જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, તેની તપાસ માટે એક SIT ની રચા કરી છે તે ઉપરાંત એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ઉજ્જૈનમાં રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષીય કિશોરી સાથે રેપની ઘટના બાદ પ્રદેશની રાજનીતિમાં ભારે હોબાળો મચેલો છે. હવે આ મામલો માત્ર એમપીનો નથી રહ્યો, આ અંગે સમગ્ર દેશમાંથી નિવેદનો આવી રહ્યા છે. આ કડીમાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલે મોટી માહિતી આપી છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે, તેની તપાસ માટે એક SIT ની રચના કરી છે આ ઉપરાંત એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું નિવેદન
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ઉજ્જૈન મામલે તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવાયો છે. તપાસનાં આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે કોંગ્રેસ સાંસદ દિગ્વિજયસિંહનું કહેવું છે કે, કડક કાર્યવાહી થવી જોઇએ, જેમાં તેણે એવું પણ કહ્યું કે, તેને કડક સજા મળવી જોઇએ.
ADVERTISEMENT
उज्जैन मामले की जांच के लिए SIT का गठन कर दिया गया है। एक संदिग्ध को हिरासत में लिया गया है।
— Dr Narottam Mishra (@drnarottammisra) September 27, 2023
जांच के आधार पर कड़ी कार्रवाई की जाएगी। pic.twitter.com/y2Sf3yxYoh
એએસપી જયંત સિંહ રાઠોડનું નિવેદન
આ મામલે ASP જયંત સિંહ રાઠોડે કહ્યું કે, મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કિશોરી સાથે રેપની માહિતી સંજ્ઞાનમાં આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. એસપી સચિન શર્મા સાઇબર ક્રાઇમ અને રાજ્ય પોલીસ સહિત ત્રણ એસઆઇટી ટીમ બનાવી છે. અનેક બિંદુઓ પર તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની ટુંક જ સમયમાં ધરપકડ કરવામાં આવશે. યુવતીની તબીયત સારી નથી, તેને એમવાયએચ ઇંદોરમાં હોસ્પિટલમાં રાખવામાં આવે છે અને તેની હાલત સ્થિર છે.
ADVERTISEMENT
શું છે મામલો?
મંગળવારે મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બારનગર વિસ્તારમાં એક 12 વર્ષીય યુવતીને રસ્તા પર લોહીથી લથબથ હાલતમાં મળી આવી હતી. રેપ બાદ અર્ધનગ્ન અને લોહીલુહાણ સ્થિતિમાં એક 12 વર્ષની કિશોરી ઘર-ઘરે જઇને મદદ માંગી રહી હતી. લોકો તેને જોઇ રહ્યા હતા પરંતુ મદદ કરવાનો ઇન્કાર કરી રહ્યા હતા. તે ભટકતી એક આશ્રમમાં પહોંચી. ત્યાંના પુજારીને જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં મેડિકલ તપાસમાં દુષ્કર્મની પૃષ્ટિ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT