બિહારઃ છઠ્ઠ પૂજા કરીને ઘરે પરત આવી રહેલા પરિવાર પર ધડાધડ ફાયરિંગ, 2 સગા ભાઈઓના મોત

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bihar Latest News: બિહારના લખીસરાય જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આજે સવારે છઠ્ઠની પૂજા કરીને ઘરે પરત ફરી રહેલા એક પરિવાર પર ફાયરિંગ થયું હતું. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચીને ઈજાગ્રસ્તોની પૂછપરછ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, આ ઘટના લખીસરાયના કબૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના પંજાબી મોહલ્લાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છઠ્ઠ પૂજા કરીને એક પરિવારના 6 સભ્યો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે, ત્યારે એક શખ્સે તેમના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.

એક તરફી પ્રેમનો મામલો

આ મામલે લખીસરાય એસપીએ જણાવ્યું કે, આ મામલો એકતરફી પ્રેમનો છે. જેમાં આશિષ ચૌધરી નામનો યુવક તેના જ ઘરની સામે રહેતી યુવતીને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. જોકે, યુવતીનો પરિવાર રાજી નહોતો. તેથી તેણે આજે સવારે યુવતીના પરિવાર પર ફાયરિંગ કર્યું.

આ પણ વાંચો

ADVERTISEMENT

2 સગાભાઈઓના મોત

આ ફાયરિંગની ઘટનામાં પરિવારના 2 સગાભાઈઓ રાજનંદન ઝા અને ચંદન કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું છે. તો ગોળી વાગતાં યુવતી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. આમાંના 3 ઈજાગ્રસ્તોની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તેમને પટના પીએમસીએચમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટનાને લઈને ડીએમ અમરેન્દ્ર કુમાર, એસપી પંકજ કુમાર, એસડીઓ ડૉ. નિશાંત ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT