Jio, Airtel અને Viના સિમ કાર્ડને લઈને આવ્યો નવો નિયમ, 1 જુલાઈથી થશે લાગૂ

ADVERTISEMENT

sim card rule
સિમ કાર્ડ નિયમ
social share
google news

Trai New Guidelines : ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) સુવિધાનો દુરુપયોગ કરીને થતી સિમ સ્વેપ છેતરપિંડી ઘટાડવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ હાલમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. નવા નિયમો હેઠળ, જો તમારું સિમ ચોરાઈ ગયા અથવા નુકસાન થયા બાદ તમે તે નંબરનું નવું સિમ કાર્ડ લો છો, તો પછી તમે તે નંબરને આગામી 7 દિવસ સુધી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી શકશો નહીં.

1 જુલાઈથી નિયમો લાગુ થશે

આ નવા નિયમો ટેલિકોમ વિભાગ (DoT)ની સલાહ અને વિવિધ કંપનીઓ સાથે ચર્ચા કર્યા પછી બનાવવામાં આવ્યા છે, એમ ટ્રાઈનું કહેવું છે. નોંધનીય બાબત એ છે કે આ નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે.

આ પણ વાંચો- Jioના ગ્રાહકોને સૌથી મોટો ઝટકો, તમામ રિચાર્જ પ્લાન કર્યા મોંઘા, જુઓ આખું લિસ્ટ

ADVERTISEMENT

નહીં મળે યૂનિક પોર્ટિંગ કોડ

મોબાઈલ નંબર પોર્ટિંગના નિયમોમાં ફેરફાર કરવા પાછળનું કારણ સમજાવતા ટ્રાઈએ કહ્યું, 'આ બદલાયેલા નિયમો નકલી સિમ સ્વેપ અથવા સિમ ચેન્જ સંબંધિત કોઈ પણ છેતરપિંડી કરનાર દ્વારા મોબાઈલ નંબર પોર્ટિંગ મેળવવાના પ્રયાસોને રોકવા માટે છે.' ટ્રાઈએ એમ પણ કહ્યું છે કે સુરક્ષા માટે બીજો નિયમ બનાવવામાં આવ્યો છે. હવે ટેલિકોમ કંપનીઓ સિમ બદલવા અથવા નવું સિમ લેવાના સાત દિવસ પૂરા થયા પહેલા 'યુનિક પોર્ટિંગ કોડ' (UPC) જારી કરી શકશે નહીં.

આ પણ વાંચો- Jio બાદ Airtel એ પણ ઝીંક્યો ભાવ વધારો

ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે, UPC એ મોબાઈલ નંબર પોર્ટ કરવા માટેનું પહેલું પગલું છે, જ્યાં ગ્રાહકો તેમના હાલના ટેલિકોમ ઓપરેટરને સંદેશ મોકલે છે અને તેમને 8 અંકનો કોડ મળે છે.

ADVERTISEMENT

જો કે TRAI એ સમજાવ્યું નથી કે લોકો કેવી રીતે છેતરપિંડી કરવા માટે જૂના નિયમોનો લાભ લઈ રહ્યા હતા, પરંતુ કેટલાક અહેવાલો સૂચવે છે કે મોટાભાગની સિમ સ્વેપ છેતરપિંડી મોબાઇલ નંબરને બીજી કંપનીમાં ખસેડતી વખતે (મોબાઇલ નંબર પોર્ટેબિલિટી) અને નવું સિમ લેતી વખતે થાય છે.

આ પણ વાંચો- જિયો અને એરટેલ બાદ હવે Vodafone Idea એ પણ આપ્યો ઝટકો

શા માટે બદલાયા નિયમો?

તમને એવી સુવિધા મળે છે કે જો તમે તમારી મોબાઈલ કંપનીથી ખુશ ન હોવ તો તમે તમારો મોબાઈલ નંબર બીજી કંપનીમાં ખસેડી શકો છો, તેને મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) કહેવાય છે. પરંતુ, એવું લાગે છે કે છેતરપિંડી કરનારાઓ જૂના MNP નિયમોનો લાભ લઈ રહ્યા હતા. આ કારણોસર ટ્રાઈએ તાજેતરમાં MNPના નિયમોમાં ફેરફાર કર્યા છે.

આ પણ વાંચો- 2 સિમ કાર્ડ રાખવા પર ચાર્જ ચૂકવવો પડશે? TRAIએ કરી સ્પષ્ટતા

    follow whatsapp

    ADVERTISEMENT