Jioના ગ્રાહકોને સૌથી મોટો ઝટકો, તમામ રિચાર્જ પ્લાન કર્યા મોંઘા, જુઓ આખું લિસ્ટ

ADVERTISEMENT

Jio Recharge
રિલાયન્સ જિયો ટેરિફ પ્લાન
social share
google news

Reliance Jio Tariff Hike : રિલાયન્સ જિયોના કરોડો યુઝર્સ માટે માઠા સમાચાર છે. બુધવારે કંપનીએ કહ્યું કે ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન 15 થી 25 ટકા મોંઘા થવા જઈ રહ્યા છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે Jioના ભાવ વધારા બાદ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પણ જુલાઈમાં તેમના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે.

રિલાયન્સ જિયોએ તેના તમામ અનલિમિટેડ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં સુધારો કર્યો છે. Jioનો આ નવો ટેરિફ 3 જુલાઈ, 2024થી લાગુ થશે. આ સિવાય રિલાયન્સ જિયોએ સ્માર્ટફોન યુઝર્સની પ્રાઈવસીને સુરક્ષિત રાખવા માટે Jio Safe સર્વિસ લોન્ચ કરી છે. ત્યારે કંપનીએ AI સંચાલિત Jio Translate સેવા પણ શરૂ કરી છે. ત્યારે Jio એ હવે બધા વપરાશકર્તાઓને અમર્યાદિત 5G ડેટા આપવાનું બંધ કરી દીધું છે. હવે પસંદગીના પ્લાન સાથે જ આ ઓફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ છે ટેરિફ ટેબલ... જુઓ જૂના અને નવા પ્લાનના ભાવ

ADVERTISEMENT

 

હવે તમારે આટલો ખર્ચ કરવો પડશે

નવા 28-દિવસના પ્લાન - Jioના રૂ. 155, 209, 239, 299, 349 અને 399ના 28-દિવસના પ્લાન માટે યુઝર્સે હવે રૂ. 189, 249, 299, 349, 399 અને 449 ખર્ચવા પડશે. ટેલિકોમ કંપનીએ રિચાર્જ પ્લાનના દરમાં 20 થી 22 ટકાનો વધારો કર્યો છે.

નવા 56 દિવસના પ્લાન - કંપનીએ તેના 479 રૂપિયા અને 533 રૂપિયાના બે મહિના (56 દિવસ) રિચાર્જ પ્લાનની કિંમત રૂપિયા 579 અને રૂપિયા 629 કરી દીધી છે.

ADVERTISEMENT

નવા 84 દિવસના પ્લાન - Jioના રૂ. 395, 666, 719 અને 999ના 3 મહિના (84 દિવસ) રિચાર્જ પ્લાન માટે યુઝર્સને હવે રૂ. 479, 799, 859 અને 1199 ખર્ચવા પડશે.

ADVERTISEMENT

નવા વાર્ષિક પ્લાન - Jioના 336 દિવસના વાર્ષિક પ્લાન માટે હવે યુઝર્સને 1559 રૂપિયાની જગ્યાએ 1899 રૂપિયા ખર્ચવા પડશે. ત્યારે, 365 દિવસ માટે 2999 રૂપિયાના પ્લાન માટે યુઝર્સને હવે 3599 રૂપિયા ખર્ચવા પડશે.

નવા ડેટા એડ-ઓન પ્લાન્સ - આટલું જ નહીં Jio એ તેના ડેટા એડ-ઓન પ્લાનના દરમાં પણ વધારો કર્યો છે. યુઝર્સે હવે રૂ. 15, 25 અને 61ની સરખામણીએ 1GB, 2GB અને 6GB ડેટા પ્લાન માટે રૂ. 19, 29 અને 69 ખર્ચવા પડશે.

નવા પોસ્ટપેડ પ્લાન્સ - પોસ્ટપેડ યુઝર્સ માટે પણ જિયોએ તેના રૂ. 299 અને રૂ. 399 પ્લાનના દરો વધારીને રૂ. 349 અને રૂ. 449 કર્યા છે.

 

 

આ પણ વાંચો- મોબાઈલ વાપરતા લોકો માટે સૌથી મોટા સમાચાર, સરકાર લાગુ કરશે નવો નિયમ!

માત્ર આમને જ મળશે અનલિમિટેડ 5G ડેટા

આ સિવાય Jio એ તમામ યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા આપવાનું પણ બંધ કરી દીધું છે. આ લાભ ફક્ત 2GB પ્રતિ દિવસ અથવા તેનાથી વધુનો પ્લાન લેનારા વપરાશકર્તાઓને જ મળશે. તેનો અર્થ એ છે કે, જે યુઝર્સે 299, 349, 399, 533, 719, 999 અને 2999 રૂપિયાના પ્લાન લીધા છે તેમને જ અનલિમિટેડ 5G ડેટાનો લાભ મળશે.

બે નવી સેવાઓ શરૂ કરાઈ

Jio એ તેના વપરાશકર્તાઓને કૌભાંડો અને છેતરપિંડીથી બચાવવા માટે Jio Safe સેવા શરૂ કરી છે. આ એક ક્વોન્ટમ સિક્યોર કોમ્યુનિકેશન એપ છે, જેના માટે તમારે દર મહિને 199 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય AI આધારિત Jio Translate સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે, જેના માટે યુઝર્સને દર મહિને 99 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, કંપની આ બંને સેવાઓ તેના વપરાશકર્તાઓને એક વર્ષ માટે મફતમાં ઓફર કરી રહી છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT