ટનલમાં ફસાયેલા શ્રમજીવી ગમે તે ઘડીએ આવશે બહાર, 800 MM નો પાઇપ પહોંચ્યો

ADVERTISEMENT

Tunnel case
Tunnel case
social share
google news

નવી દિલ્હી : ઉત્તરકાશીના સિલક્યારાથી ખુબ જ મોટુ અપડેટ સામે આવ્યું છે. સિલક્યારામાં ટનલમાં ફસાયેલા 41 લોકોને સકુશળ બહાર કાઢવા માટે ચાલી રહેલા રેસક્યુ ઓપરેશનમાં બચાવ દળને ખુબ જ મોટી સફળતા મળી છે. ઉત્તરકાશીના સિલક્યારાથી ખુબ જ મોટુ અપડેટ સામે આવ્યું છે. સિલક્યારામાં ટનલમાં ફસાયેલા 41 લોકોને સકુશળ બહાર કાઢવા માટે ચાલી રહેલા રેસક્યુ ઓપરેશનમાં બચાવ દળને ખુબ જ મોટી સફળતા મળી છે. રેસક્યુ ઓપરેશના 11 મા દિવસે બુધવારે સાંજે પાઇપ આરપાર થવાની નજીક પહોંચી ચુકી છે.

સુરંગના કાટમાળની આરપાર થયો 800 MM નો પાઇપ

સુરંગમાં કાટમાળથી 800 એમએમની પાઇપને સફળતાપુર્વક આરપાર કરી લેવામાં આવશે. સીએમ પુષ્કર સિંહ ધામી પણ સિલક્યારા માટે ઉડાન ભરી ચુક્યા છે. ગમે તે ઘડીએ તમામ શ્રમજીવીઓ બહાર આવે તેવી શક્યતા છે. શ્રમજીવીઓનું મુખ્યમંત્રી પોતે પણ સ્વાગત કરશે. તેમના પરિવારના લોકોને પણ બોલાવી લેવામાં આવ્યા છે.

તમામને તત્કાલ સારવાર માટે ડોક્ટર્સની ટીમ હાજર રહી

બહાર કાઢ્યા બાદ તમામની તત્કાલ સારવાર માટે ડોક્ટર્સની ટીમ પણ હાજર રાખવામાં આવી છે. તમામને પ્રાથમિક સારવાર આપીને કોઇ જરૂરિયાત હોય તો વધારે સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવશે. તમામનો આત્મવિશ્વાસ વધારવા માટે મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT