VIDEO : ટેક્સાસમાં સ્થાપિત કરાઈ ભગવાન હનુમાનજીની 90 ફુટ ઊંચી મૂર્તિ, અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા
USA Hanumanji Statue : સ્ટેચ્યુ ઓફ ધ યુનિયનની વેબસાઈટ અનુસાર, આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. ટેક્સાસની પ્રતિમા ભગવાન હનુમાનની ટોચની 10 સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક હોવાનું પણ કહેવાય છે.
ADVERTISEMENT
Statue Of Union : અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં રવિવારે ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભગવાન હનુમાનની આ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાઈ હતી. આ અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા હોવાનું કહેવાય છે. ભગવાન રામ અને માતા સીતાના પુનઃમિલનમાં ભગવાન હનુમાનની ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ પ્રતિમાને 'સ્ટેચ્યુ ઓફ યુનિયન' નામ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, ગુજરાતના સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાયેલી છે. જેને કિંગ ઓફ સાળંગપુર નામ અપાયું છે.
ટેક્સાસના હિંદુ મંદિરમાં આ પ્રતિમા સ્થાપિત કરાઈ
આ પ્રતિમાને ટેક્સાસના સુગર લેન્ડ વિસ્તારમાં સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરના પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે. હનુમાનજીની પ્રતિમા બનાવવા અને મંદિરમાં સ્થાપિત કરવા પાછળ ચિન્નાજીયાર સ્વામીજીની દૂરંદેશી હતી. સ્ટેચ્યુ ઓફ ધ યુનિયનની વેબસાઈટ અનુસાર, આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. ટેક્સાસની પ્રતિમા ભગવાન હનુમાનની ટોચની 10 સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક હોવાનું પણ કહેવાય છે.
હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા
પ્રતિમાના અભિષેક દરમિયાન હેલિકોપ્ટરમાંથી ભગવાનની પ્રતિમા પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વેબસાઈટ અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિયનને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે, જ્યાં મનને શાંતિ મળે અને આત્માઓને નિર્વાણના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે.
ADVERTISEMENT
યુએસ સ્થિત હિંદુ અમેરિકન ફાઉન્ડેશને એક નિવેદનમાં કહ્યું કે 'ભગવાન હનુમાન ભગવાન રામની સેવા દરમિયાન ઘણી અજોડ ક્ષમતાઓ દર્શાવે છે, જેમાં ઝડપ, શક્તિ, હિંમત અને બુદ્ધિનો સમાવેશ થાય છે. બંને વચ્ચેની મિત્રતા ખૂબ જ ઊંડી છે અને ભગવાન હનુમાનને ભગવાન રામ પ્રત્યે ઊંડી ભક્તિ છે. જણાવી દઈએ કે, પ્રતિમાની ચારેકોર અલગ અલગ ભીંત ચિત્રો પણ કંડારવામાં આવ્યા છે.
ADVERTISEMENT