Telangana Election Result 2023: મતગણતરીની વચ્ચે ડી.કે શિવકુમારના દાવાથી ગરમાયું તેલંગાણાનું રાજકારણ, ચંદ્રશેખર રાવ પર લગાવ્યો ગંભીર આક્ષેપ
Telangana Election Result 2023: તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. આ વચ્ચે કોંગ્રેસમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોનું…
ADVERTISEMENT
Telangana Election Result 2023: તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. આ વચ્ચે કોંગ્રેસમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો પાર્ટી હાઈકમાન્ડે આ મામલે વિચાર-વિમર્શ કર્યો છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે, જો પાર્ટી 70થી વધુ બેઠકો જીતવામાં સફળ થાય છે તો સીએમ પદને લઈને પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવી શકે છે. તેમણે એવી શક્યતા વ્યક્ત કરી છે કે ચૂંટણીના પરિણામો બાદ પાર્ટીના કેટલાક નેતાઓ નારાજ થઈ શકે છે.
‘બીઆરએસ અમારા ધારાસભ્યોને તોડી શકે છે’
તેમણે વધુમાં કહ્યું કે, જો કોંગ્રેસ 65થી ઓછી બેઠકો મેળવીને સૌથી મોટી પાર્ટી બની જાય છે, તો મુખ્યમંત્રીનું નામ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. કારણ કે આ પડકાર એ મહત્વાકાંક્ષી નેતાઓના કારણે જ બને છે, જેઓ સીએમ બનવાની આશા રાખી રહ્યા હતા. આવી સ્થિતિમાં આ તમામ નેતાઓ બીઆરએસની મદદ કરી રહ્યા છે. આ દરમિયાન શિવકુમારે કહ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ વિજેતા ઉમેદવારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, બીઆરએસ અમારા ધારાસભ્યોને તોડી શકે છે.
#WATCH | Hyderabad, Telangana: Karnataka Deputy CM DK Shivakumar says, "…We are hoping that the people of Telangana have decided for a change. I am in a very positive mood. We will give a government with good governance…Some of our candidates have informed us that whoever… pic.twitter.com/rV2uz6gF90
— ANI (@ANI) December 2, 2023
ADVERTISEMENT
75થી વધુ સીટો કોંગ્રેસ જીતશેઃ ડીકે શિવકુમાર
જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે તેલંગાણામાં પાર્ટીને 75થી વધુ બેઠકો મળશે. આ પછી આવી બધી શક્યતાઓ આપોઆપ ખતમ થઈ જશે. જો કે, પાર્ટીના સ્થાનિક યુનિટના નેતાઓનું માનીએ તો પાર્ટી ચૂંટણીમાં 70થી વધુ બેઠકો મેળવી શકશે નહીં.
ADVERTISEMENT