SSC New App: ફૉર્મ ભરતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો નહીંતર નોકરીની સુવર્ણ તક ગુમાવી બેસશો
SSC introduces live photo upload app: જે લોકો સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ની તૈયારી કરી રહ્યા છે તેના માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. SSC દ્વારા ઓનલાઈન અરજીઓ માટે ફરજિયાત લાઈવ ફોટો અપલોડ કરવા માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં 26મી ફેબ્રુઆરીના રોજ પોસ્ટ ફેઝ 12 માટે ભરતીની નોટિફિકેશન (ssc phase 12 recruitment 2024) બહાર પાડી હતી. જેમાં ઉમેદવારોને ફોટા અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. 'MY SSC' નામની એપ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકાય છે.
ADVERTISEMENT

ફોટો અપલોડ કરવા સમયે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું
SSC એ ભરતી પ્રક્રિયામાં ફોટા એડિટ કરીને છેતરપિંડી અટકાવવા માટે લાઈવ ફોટા અપલોડ કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારને લાઇવ ફોટો અપલોડ કરવા માટે, સારી રીતે પ્રકાશિત સ્થળ અને સાદી પૃષ્ઠભૂમિ હોવી જરૂરી છે. લાઇવ ફોટો લેતી વખતે ઉમેદવારોએ કેપ, માસ્ક કે ચશ્મા પહેરવાના રહેશે નહીં. જો કોઈ ઉમેદવાર લાઈવ ફોટોની માર્ગદર્શિકાનું પાલન નહીં કરે તો તેનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો:- SSC Phase 12 Recruitment: ધોરણ-10થી સ્નાતક સુધી, SSC એ 2000 થી વધુ જગ્યાઓ
ફોટો અપલોડિંગ માટે નવો નિયમ શા માટે લેવામાં આવ્યો
અત્યાર સુધી એવો નિયમ હતો કે, ફોટો ભરતીની સૂચના બહાર પડવાના ત્રણ મહિના પહેલાનો ન હોવો જોઈએ. જોકે, આ ફોટોને ચકાસણી માટે એવી કોઈ કમિશન પાસે કોઈ વ્યવસ્થા નહોતી. SSC ના લાઇવ ફોટો અપલોડિંગ નિયમ સાથે, ઉમેદવારો હવે વારંવાર ફોટા પડાવવાથી મુક્ત થશે. જ્યારે પણ તેઓએ અરજી કરવાની હોય, ત્યારે ઉમેદવારોએ 'MY SSC' એપ પર જઈને લાઈવ ફોટો અપલોડ કરવાનો રહેશે.
ADVERTISEMENT
SSC એ લોન્ચ કરી નવી વેબસાઇટ
અગાઉ 17 ફેબ્રુઆરી, 2024 ના રોજ SSC એ એક નવી વેબસાઈટ ssc.gov.in નું અનાવરણ કર્યું હતું. જો કે, કમિશને એ પણ ઉલ્લેખ કર્યો છે કે હાલની વેબસાઇટ -ssc.nic.in - ઉમેદવારો માટે એક જ મોડ દ્વારા સુલભ રહેશે. નવી વેબસાઈટ પરની લિંક દ્વારા પણ હાલની વેબસાઈટને એક્સેસ કરી શકાય છે.
ADVERTISEMENT