SSC Phase 12 Recruitment: ધોરણ-10થી સ્નાતક સુધી, SSC એ 2000 થી વધુ જગ્યાઓ માટે જાહેર કરી ભરતી
અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ માર્ચ 18, 2024 છે
ADVERTISEMENT
SSC Phase 12 Recruitment 2024: સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ 26મી ફેબ્રુઆરીના રોજ પોસ્ટ ફેઝ 12 માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડી છે. કેન્દ્ર સરકારમાં નોકરી મેળવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર જઈને અરજી કરી શકે છે. કુલ 2049 જગ્યાઓ ભરતી દ્વારા ભરવામાં આવશે. ઉમેદવારોને સૂચના વાંચ્યા પછી જ અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે કોઈપણ ઉમેદવારનું ખોટી રીતે ભરેલું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
ક્યારે યોજાશે પરીક્ષા
અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ માર્ચ 18, 2024 છે. જો કે, ઉમેદવારો 22 માર્ચથી 24 માર્ચ સુધી અરજીમાં સુધારો કરી શકશે. સત્તાવાર સૂચના અનુસાર, SSC પસંદગી પોસ્ટ ફેઝ 12 ની પરીક્ષા તારીખ 6 થી 8 મે, 2024 દરમિયાન લેવામાં આવશે.
કોણ કરી શકે છે અરજી
SSC પોસ્ટ ફેઝ 12 ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારોએ કમિશન દ્વારા જારી કરાયેલા માપદંડોને પૂર્ણ કરવાના રહેશે. ભરતી માટે વય મર્યાદા 18 થી 27 રાખવામાં આવી છે. તે જ સમયે, કેટલીક પોસ્ટ માટે વય મર્યાદા 42 વર્ષ રાખવામાં આવી છે. કેટલીક જગ્યાઓ માટે લાયકાત 10 પાસ તરીકે રાખવામાં આવી છે. જ્યારે કેટલીક જગ્યાઓ માટે લાયકાત ગ્રેજ્યુએશન તરીકે રાખવામાં આવી છે.
ADVERTISEMENT
કેવી રીતે કરી શકો છો અરજી?
- સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- આ પછી ભરતી લિંક પર ક્લિક કરો.
- વ્યક્તિગત વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
- હવે લોગીન કરો અને ફોર્મ ભરો.
- દસ્તાવેજો અપલોડ કરો.
- આ પછી ફી જમા કરો.
- આ પછી, ફોર્મની એક નકલ ડાઉનલોડ કરો અને તેને તમારી પાસે રાખો.
ADVERTISEMENT