Shatrughan Sinha Hospitalised: શત્રુઘ્ન સિન્હા મુંબઈની હોસ્પિટલમાં દાખલ, જાણો હવે કેવી છે તબિયત

ADVERTISEMENT

Shatrughan Sinha Hospitalised
શત્રુઘ્ન સિન્હા મુંબઈની હોસ્પિટલમાં દાખલ
social share
google news

Shatrughan Sinha Hospitalised: તાજેતરમાં જ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની ગાડીને હોસ્પિટલની બહાર જોઈને બધા ચોંકી ગયા હતા. બધા આશ્ચર્યમાં મુકાયા હતા કે આખરે અચાનક શું થયું કે કપલ લગ્નના 6 દિવસ બાદ હોસ્પિટલની બહાર સ્પોટ થઈ.પરંતુ હવે તેની સંપૂર્ણ માહિતી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર, શત્રુઘ્ન સિન્હાને ઈજા થઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમને જોવા માટે સોનાક્ષી અને ઝહીર ત્યાં પહોંચ્યા હતા. આ સમાચારને પહલાજ નિહલાનીએ પણ કન્ફર્મ કર્યું છે.

શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં દાખલ

જોકે, એવું કહેવામાં આવ્યું હતું કે શત્રુઘ્ન સિન્હા રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતા. પરંતુ ટાઈમ્સ નાઉના રિપોર્ટનું માનીએ તો  શત્રુઘ્ન સિન્હા તેમના ઘરના ડાઈનિંગ હોલમાં પડી ગયા હતા. અભિનેતા ઘણીવાર ઘરના ડાઈનિંગ હોલમાં સોફા પર બેસીને આરામ કરતા જોવા મળે છે. આ તેમનો ફેવરિટ ઝોન છે, અહીંથી જ તેઓ મોટાભાગના ઈન્ટરવ્યું આપે છે.

25 જૂને થઈ હતી ઈજા

મીડિયા રિપોર્ટ અનસુરા, આ બનાવ 25 જૂને બન્યો હતો. શત્રુઘ્ન સિન્હા સોફા પરથી ઊભો થતાં જ તેમનો પગ કિનારી સાથે અથડાયો અને તેઓ કાર્પેટને કારણે લપસી ગયો. શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી નજીકમાં હાજર હતી અને તેણે તરત જ તેના પિતા તરફ મદદનો હાથ લંબાવ્યો, નહીંતર વધુ ગંભીર ઈજા થઈ હોત. 

ADVERTISEMENT

રિપોર્ટ નોર્મલ આવ્યા

શત્રુઘ્ન સિન્હાને તાત્કાલિક ઘરે સારવાર આપવામાં આવી અને તેમણે એક દિવસ ઘરે આરામ પણ કર્યો. પરંતુ તેમની પાંસળીમાં દુખાવો ઓછો થઈ રહ્યો ન હતો, જેથી બીજા દિવસે સવારે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને દાખલ કરવાની સલાહ આપી. જેથી કરીને અન્ય તમામ ટેસ્ટ કરાવ્યા બાદ જાણી શકાય કે કોઈ આંતરિક ઈજા થઈ છે કે કેમ. જોકે, રિપોર્ટમાં બધુ નોર્મલ આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્ન સિન્હાને આવતીકાલે એટલે કે સોમવારે રજા આપવામાં આવશે.

સોનાક્ષીના મામાએ કર્યું કન્ફર્મ

આ સમાચારની પુષ્ટિ તેમના ફિલ્મ મેકર મિત્ર પહલાજ નિહલાનીએ પણ કરી છે. તેઓ શત્રુઘ્ન સિન્હાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. પહલાજે કહ્યું કે- હા, શત્રુ હોસ્પિટલમાં છે. પરંતુ હવે તેઓ બિલકુલ સ્વસ્થ છે. કાલે સાંજ સુધીમાં ઘરે આવી જશે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT