પૂર્વ PM રાજીવ ગાંધીની હત્યા કરનાર આરોપી સંથનનું મોત
ચેન્નાઇના રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં સંથનનું મોત નિપજ્યું છે. ડૉ. ઇ.થેરાનિરાજને કહ્યું કે, દાખલ થતા સમયે જ તેની સ્થિતિ ગંભીર હતી. તેમણે ગત્ત દિવસોમાં કાર્ડિયક એરેસ્ટ થયું હતું.
ADVERTISEMENT
- મુળ શ્રીલંકાનો રહેવાસી હતો સંથન
- સજા પુરી થયા બાદ જેલની બહાર જ રહેતો હતો
- પોતાની માતાને મળવા માટે હાઇકોર્ટમાં દાખલ કરી હતી અરજી
રાજીવ ગાંધી હત્યા મામલે 7 લોકોને ઉંમર કેદની સજા મળી હતી. તેમાંથી એક દોષીત જેનું નામ સંથન હતું તેનું આજે હાર્ટ એટેકના કારણે મોત થઇ ગયું. આરોપીનું મોત ચેન્નાઇની રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં થયું. સંથનની ઉંમર 55 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર સંથનનું લિવર ફેઇલ થઇ ચુક્યું હતું. જેના કારણે જાન્યુઆરીમાં જ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાર બાદ ખબર પડી કે તેને ક્રિપ્ટોજેનિક સિરોસિસ નામની બિમારી છે. બિમારી અંગે ડોક્ટરે જણાવ્યું કે, બિમારીની કોઇ સારવાર નથી.
ખુબ જ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લવાયો હતો
ડોક્ટરના અનુસાર સંથનને દાખલ કરવામાં આવ્યો ત્યારે જ તેની સ્થિતિ ગંભીર હતી. તેમને અગાઉ પણ કાર્ડિયાક એરેસ્ટ થયો હતો. જો કે શરૂઆતમાં હોશ આવી ગયા બાદ સવારે 07.30 વાગ્યે તેનું મોત નિપજ્યું. સંથનને રાજીવ ગાંધીની હત્યામાં સંડોવણી માટે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. તેણે 32 વર્ષથી વધારે સમય જેલમાં જ પસાર કર્યો હતો. ત્યાર બાદ તેને પાંચ અન્ય દોષિતો સાથે નવેમ્બર 2022 માં મુક્ત કરી દેવાયો હતો.
સંથન મુળ શ્રીલંકાનો રહેવાસી હતો
સંથન ઉપરાંત 5 અન્ય લોકોની મુક્તિ બાદ ત્રિચી કેન્દ્રીય જેલ પરિસરમાં વિશેષ શિબિર રખાઇ હતી. કારણ કે તે તમામ શ્રીલંકન નાગરિકો હતા. જો કે તેની પાસે પાસપોર્ટ કે અન્ય કોઇ યાત્રા દસ્તાવેજ નહોતા. સંથન ઉર્ટે ટી.સુથેન્ડિરરાજાએ પોતાની વૃદ્ધ માતાને મળવા માટે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે આ અંગે કોઇ સુનાવણી થઇ નહોતી. હાલ તો તેના મોત બાદ તેના મૃતદેહને શ્રીલંકા મોકલવા માટેની કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT