RJDના પૂર્વ સાંસદ ડબલ મર્ડર કેસમાં દોષી જાહેર, સુપ્રીમ કોર્ટે HCનો નિર્ણય બદલ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ડબલ મર્ડર કેસમાં પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં નીચલી કોર્ટે પ્રભુનાથ સિંહને મુક્ત કર્યા હતા. આ પછી પટના હાઈકોર્ટે પણ મુક્તિને યથાવત રાખી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પ્રભુનાથને દોષિત ઠેરવ્યા છે અને તેમને 1 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.

SCએ બિહારના DGP અને મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે પ્રભુનાથને 1 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર કરવામાં આવે. 1 સપ્ટેમ્બરે પ્રભુનાથ સિંહની સજા પર ચર્ચા થશે. હાલમાં પ્રભુનાથ સિંહ હત્યાના અન્ય એક કેસમાં હજારીબાગ જેલમાં સજા કાપી રહ્યા છે.

શું છે મામલો?
બિહારની મહારાજગંજ લોકસભા બેઠક પરથી ત્રણ વખત જેડીયુ અને એક વખત આરજેડીના સાંસદ રહેલા પ્રભુનાથ સિંહ પર 1995માં મસરખમાં મતદાન કેન્દ્ર નજીક 47 વર્ષ અને 18 વર્ષના બે લોકોની હત્યા કરવાનો આરોપ છે. બંનેએ પ્રભુનાથ સિંહ દ્વારા સમર્થિત ઉમેદવારને મત આપ્યો ન હતો, તેથી બંનેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો
મૃતકના ભાઈ દ્વારા સાક્ષીઓને ધમકાવવાની ફરિયાદ પછી, કેસને છપરાથી પટના ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યાં તેની સુનાવણી થઈ હતી. કોર્ટે પુરાવાના અભાવે પ્રભુનાથ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. 2012માં પટના હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ પછી, મૃતક રાજેન્દ્ર રાયના ભાઈ હરેન્દ્રએ બંને નિર્ણયોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એ.એસ ઓક અને જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠે હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું કે, સિંહ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT