ધર્મનો દબદબો: ક્રિશ્ચિયન ધર્મગુરૂની અપીલ બાદ રશિયાએ યુદ્ધ વિરામની જાહેરાત કરી પણ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે રાત્રે જાહેરાત કરી છે કે તેમની સેના 6 અને 7 જાન્યુઆરી બે દિવસ માટે યુક્રેન પર હુમલો નહીં કરે. રશિયા તરફથી બે દિવસ સુધી યુદ્ધવિરામ રહેશે. પુતિને આ નિર્ણય રશિયન ક્રિશ્ચિયન ધર્મગુરુ કિરીલની અપીલ બાદ લેવામાં આવ્યો છે. ઓર્થોડોક્સ ક્રિસમસ રશિયામાં ઉજવવામાં આવે છે. આ ક્રિસમસ 7 જાન્યુઆરીએ ઉજવાય છે. જેથી આ બે દિવસ સુધી કોઇ પણ પ્રકારનો હુમલો કરવામાં નહી આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓર્થોડોક્સ ક્રિસમસ પૂર્વ યુરોપના દેશો જેવા કે રશિયા, ગ્રીસ, ઇથોપિયા અને ઇજિપ્તમાં ઉજવાતી હોય છે.

રશિયન રાષ્ટ્રપતિની બે દિવસ માટે યુદ્ધ વિરામની જાહેરાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે રાત્રે જાહેરાત કરતા જણાવ્યું કે, બે દિવસ માટે તેઓ યુદ્ધ વિરામ કરવા જઇ રહ્યા છે. સેના 6 અને 7 જાન્યુઆરીએ યુક્રેન પર હુમલો નહીં કરે. રશિયા તરફથી બે દિવસ માટે સંપુર્ણ શાંતિ રહેશે. અત્રે ઉલ્લેખીય છે કે, આ અંગે ક્રિશ્ચિયન ધર્મગુરૂ પેટ્રિયાર્ક કિરિલે અગાઉ વ્લાદિમીર પુતીનને અપીલ કરી હતી. જેના અનુસંધાને પુતનિને આ જાહેરાત કરી છે.

ગત્ત ફેબ્રુઆરીથી પહેલીવાર રશિયાએ યુદ્ધ વિરામની જાહેરાત કરી
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર થયેલા હુમલા બાદ આ પહેલીવાર છે જ્યારે રશિયાએ યુદ્ધવિરામની જાહેરાત કરી હોય. અત્રે નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન બંન્ને ઓર્થોડોક્સ ક્રિસમસ ઉજવે છે. આ ઉપરાંત ગ્રીસ, ઇથોપિયા અને ઇજિપ્ત જેવા પૂર્વ યુરોપના અનેક દેશો ઓર્થોડોક્સ ક્રિસમસની ઉજવણી કરે છે.

ADVERTISEMENT

રશિયા અને યુક્રેનિયન એક જ ચર્ચ અને સમુદાયને માને છે
યુક્રેન અને રશિયા બંને એકદમ પાડોશી દેશો હોવા ઉપરાંત ક્રિશ્યાનિટીમાં પણ એક જ સંપ્રદાયને અનુસરે છે. મોટા ભાગના રશિયન ઓર્થોડોક્સ ચર્ચના અનુયાયીઓ છે, તેવી જ રીતે યુક્રેન પણ ઓર્થોડોક્સ ચર્ચને જ અનુસરે છે. યુક્રેનનું ઓર્થોડોક્સ ચર્ચ 2019 માં રશિયન ઓર્થોડોક્સ ચર્ચથી અલગ થયું હતું. આ ચર્ચ હવે ચર્ચ ઓફ યુક્રેન તરીકે ઓળખાય છે. જેને અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશો તરફથી આર્થિક સહિતની તમામ મદદ મળે છે. રશિયાને આ સ્વીકાર્ય નથી. વિશ્વમાં લગભગ 24 કરોડ ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓ છે. યુદ્ધના કેટલાક કારણો પૈકીનું આ પણ એક મહત્વનું કારણ છે.

    follow whatsapp

    ADVERTISEMENT