NEET controversy: 'પેપરલીકનું એપિસેન્ટર ગુજરાત', રાહુલ ગાંધીના NEET કૌભાંડ મામલે મોદી સરકાર પર પ્રહાર
Rahul Gandhi on NEET controversy: NEET પરીક્ષા બાદ હવે NET પરીક્ષામાં પણ હેરાફેરીના સમાચાર સામે આવ્યા છે. આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે સરકારને ઘેરી હતી.
ADVERTISEMENT
Rahul Gandhi on NEET controversy: NEET પરીક્ષા બાદ હવે NET પરીક્ષામાં પણ હેરાફેરીના સમાચાર સામે આવ્યા છે. પરીક્ષાના એક દિવસ બાદ નેટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ત્યારબાદ આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
NEET અને UGC નેટનું પેપર લીક થયું છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે,પીએમ મોદીએ ફોન કરીને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવ્યું હતું. ગાઝા અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ પણ એક ફોન કરીને અટકાવ્યું હતું. પણ કેટલાક કારણોસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપર લીક અટકાવી શકતા નથી, અથવા તેને રોકવા માંગતા નથી. જેને કારણે નુકશાન વિધાર્થીઓનું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, પેપર લીકનું એપિસેન્ટર મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તરપ્રદેશ છે. આ બધા રાજ્યોમાં ભાજપની સરકાર છે. મધ્યપ્રદેશમાં વ્યાપમ થયું ત્યારબાદ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર આખા દેશમાં તેને ફેલાવી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.
આંધી-ગાજવીજ અને ભારે પવન....આ તારીખથી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, Ambalal Patel ની મોટી આગાહી
શિક્ષણ વ્યવસ્થા પર ભાજપનું નિયંત્રણ
રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે, NEETનું પેપર લીક થયું છે. શિક્ષણ વ્યવસ્થા પર ભાજપનું નિયંત્રણ છે. મહેનતુ વિદ્યાર્થીઓ છેતરાયા છે. દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ. દેશના યુવાનો સાથે રમત રમાઈ રહી છે. NEET પેપર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવશે.
ADVERTISEMENT
UGC-NET 2024ની પરીક્ષા રદ કરવામાં આવી છે
તમને જણાવી દઈએ કે દેશભરમાં 18 જૂને યોજાનારી UGC-NET 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નેટ પેપર લીક અને પરીક્ષા રદ થવાની આશંકા બાદ ઘણા લોકો નિરાશા અને ગુસ્સામાં છે. કારણ કે પરીક્ષા રદ થવાથી માત્ર સમયનો બગાડ થતો નથી પરંતુ ઉમેદવારોની હિંમત અને પરિવારની આશા પણ તૂટી જાય છે. એવા ઘણા ઉમેદવારો છે જેઓ પરીક્ષા આપે છે જેમના પરિવાર કદાચ તેમને પરીક્ષામાં બેસવાની તક પણ ન આપે.
ADVERTISEMENT
ADVERTISEMENT