VIDEO: 'બજેટમાં હલવો વહેંચાયો પણ...', રાહુલ ગાંધીએ એવું શું બોલ્યા કે નાણામંત્રીએ માથું પકડયું?
Rahul Gandhi in Parliament: કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ગૃહમાં કેન્દ્રીય બજેટ પહેલા યોજાનાર 'હલવા સમારોહ'ના ફોટાને ટાંકીને સરકાર પર નિશાન સાધ્યું હતું.
ADVERTISEMENT
Rahul Gandhi in Parliament: કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ગૃહમાં કેન્દ્રીય બજેટ પહેલા યોજાનાર 'હલવા સમારોહ'ના ફોટાને ટાંકીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 'બજેટનો હલવો વહેંચાઈ રહ્યો છે પરંતુ દેશને નથી મળી રહ્યું'. રાહુલ ગાંધીનું ભાષણ સાંભળીને સામે બેઠેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હસ્યા અને માથું પકડી લીધું હતું.
બજેટની હલવા સેરેમનીને રાહુલે બનવ્યો ટાર્ગેટ
જોકે, સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ફોટો બતાવવાની મંજૂરી આપી ન હતી. ફોટોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'હું આ ફોટોને સમજાવવા માંગુ છું. આ બજેટ પહેલા સેરેમનીનો હલવો વિતરણ કરવામાં આવી રહ્યો છે. આ ફોટામાં મને કોઈ ઓબીસી અધિકારી, કોઈ આદિવાસી અધિકારી, કોઈ દલિત અધિકારી દેખાતા નથી. આ શું થઈ રહ્યું છે. દેશમાં હલવાનું વિતરણ થઈ રહ્યું છે અને તેમાંથી 73 ટકા ક્યાંય જોવા મળતા નથી. રાહુલ ગાંધીની આ ટિપ્પણી પર સામે બેઠેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ માથે હાથ મૂકીને હસતાં દેખાયા હતા.
રાહુલે વધુમાં કહ્યું કે, 'તમે લોકો હલવો ખાઈ રહ્યા છો અને બાકીના દેશવાસીઓને હલવો નથી મળી રહ્યો. અમને જાણવા મળ્યું છે કે 20 અધિકારીઓએ બજેટ તૈયાર કર્યું છે, મારી પાસે તેમના નામ છે, જેનો અર્થ છે કે 20 લોકોએ ભારતમાં હલવાનું વિતરણ કરવાનું કામ કર્યું છે. તે 20 લોકોમાંથી, 90 ટકા વસ્તીમાંથી ફક્ત બે જ છે, એક લઘુમતી અને એક ઓબીસી અને બાકી એક પણ ફોટામાં નથી. મતલબ કે તમે ફોટામાં જ પાછા તેમને કરી દીધા છે.
ADVERTISEMENT
'95 ટકા લોકો જ્ઞાતિની વસ્તી ગણતરી ઈચ્છે છે'
તેમણે કહ્યું, 'હું ઈચ્છતો હતો કે બજેટમાં જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવવામાં આવે. 95 ટકા લોકો જ્ઞાતિની વસ્તી ગણતરી ઈચ્છે છે. દલિતોને તે જોઈએ છે, આદિવાસીઓને જોઈએ છે, પછાત વર્ગોને જોઈએ છે, ગરીબ સામાન્ય વર્ગના લોકોને જોઈએ છે, લઘુમતીઓને તે જોઈએ છે કારણ કે દરેકને તે જાણવું છે કે આપણી ભાગીદારી કેટલી છે.
ADVERTISEMENT