Poll of Polls: BJP અને કોંગ્રેસને ક્યાં નફો-ક્યાં નુકસાન? રાજસ્થાન, MP, છત્તીસગઢમાં એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Assembly Elections 2023 Exit Poll: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીઓ અંગે રસપ્રદ એક્ઝિટ પોલના આંકડા બહાર આવ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશને લઈને અલગ-અલગ દાવાઓ થઈ રહ્યા છે, જ્યારે રાજસ્થાનમાં ભાજપ આગળ હોય તેવું લાગી રહ્યું છે.

છત્તીસગઢમાં કોંગ્રેસ સતત બીજી વખત સરકાર બનાવી શકે છે. આ ઉપરાંત દક્ષિણના મહત્વપૂર્ણ રાજ્ય તેલંગાણામાં પણ પાર્ટી પ્રથમ વખત સત્તામાં આવી શકે છે. મિઝોરમમાં શાસક પક્ષ MNF સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

મધ્યપ્રદેશ એક્ઝિટ પોલ

  • ABP C-વોટરના એક્ઝિટ પોલ અનુસાર, મધ્યપ્રદેશની કુલ 230 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 88-112, કોંગ્રેસને 113-137 અને અન્યને 2-8 બેઠકો મળી શકે છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 116 સીટોની જરૂર છે.
  • દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ મુજબ MPમાં ભાજપને 95-115, કોંગ્રેસને 105-120 અને અન્યને 0-15 બેઠકો મળી શકે છે.
  • India Today-Axis માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, મધ્ય પ્રદેશમાં ભાજપને 140-162 બેઠકો, કોંગ્રેસને 68-90 બેઠકો, BSP+ને 0-2 બેઠકો અને અન્યને 0-1 બેઠકો મળી શકે છે.
  • India TV-CMX ના એક્ઝિટ પોલ મુજબ, રાજ્યમાં ભાજપને 140-159 બેઠકો, કોંગ્રેસને 70-89 બેઠકો અને અન્યને 0-2 બેઠકો મળી શકે છે.
  • જન કી બાત એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 100-123 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 102-125 બેઠકો મળી શકે છે અને અન્યને એમપીમાં 5 બેઠકો મળી શકે છે.
  • ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 139-163 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 62-86 બેઠકો મળી શકે છે અને અન્યને એમપીમાં 1-9 બેઠકો મળી શકે છે.
  • રિપબ્લિક ટીવી-મેટ્રિસના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 118-130 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 97-107 બેઠકો મળી શકે છે અને અન્યને એમપીમાં 0-2 બેઠકો મળી શકે છે.
  • ટાઇમ્સ નાઉ-ઇટીજીના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 105-117 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 109-125 બેઠકો મળી શકે છે અને અન્યને 1-5 બેઠકો મળી શકે છે.
  • તો, ટીવી 9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 106-116 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 111-121 બેઠકો મળી શકે છે અને અન્યને એમપીમાં 0-6 બેઠકો મળી શકે છે.

ADVERTISEMENT

છત્તીસગઢ એક્ઝિટ પોલ

કુલ બેઠકો – 90
બહુમતીનો આંકડો- 46

  • છત્તીસગઢ માટે હાથ ધરવામાં આવેલા એબીપી ન્યૂઝ-સી વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને 36-48 બેઠકો, કોંગ્રેસને 41-53 બેઠકો અને અન્યને 0-4 બેઠકો મળી શકે છે.
  • દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ અનુસાર, છત્તીસગઢમાં ભાજપને 35-45 બેઠકો, કોંગ્રેસને 46-55 બેઠકો અને અન્યને 0-10 બેઠકો મળી શકે છે.
  • ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 36-46 બેઠકો, કોંગ્રેસને 40-50 બેઠકો અને અન્યને 1-5 બેઠકો મળી શકે છે.
  • ઈન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલ મુજબ છત્તીસગઢમાં ભાજપને 30-40 બેઠકો, કોંગ્રેસને 46-56 બેઠકો અને અન્યને 3-5 બેઠકો મળી શકે છે.
  • જન કી બાતના એક્ઝિટ પોલમાં ભાજપને 34-45 બેઠકો, કોંગ્રેસને 42-53 બેઠકો અને અન્યને 3 બેઠકો મળી શકે છે.
  • ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ છત્તીસગઢમાં ભાજપને 25-41 બેઠકો, કોંગ્રેસને 49-65 બેઠકો અને અન્યને 0-3 બેઠકો મળી શકે છે.
  • રિપબ્લિક ટીવી-મેટ્રિસના એક્ઝિટ પોલ અનુસાર રાજ્યમાં ભાજપને 34-42 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 44-52 બેઠકો મળી શકે છે.
  • ટાઇમ્સ નાઉ-ઇટીજીના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 32-40 બેઠકો, કોંગ્રેસને 48-56 બેઠકો અને અન્યને 2-4 બેઠકો મળી શકે છે.
  • તો, ટીવી 9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 35-45 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 40-50 બેઠકો અને અન્યને 0-3 બેઠકો મળી શકે છે.

ADVERTISEMENT

રાજસ્થાન એક્ઝિટ પોલ

કુલ બેઠકો- 199
બહુમતીનો આંકડો – 100

ADVERTISEMENT

  • રાજસ્થાન માટે હાથ ધરવામાં આવેલા એબીપી ન્યૂઝ-સી વોટરના એક્ઝિટ પોલમાં એવો અંદાજ છે કે ભાજપને 94-114 બેઠકો, કોંગ્રેસને 71-91 બેઠકો અને અન્યને 9-19 બેઠકો મળશે.
  • દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ અનુસાર, રાજસ્થાનમાં ભાજપને 98-105 બેઠકો, કોંગ્રેસ+ને 85-95 બેઠકો અને અન્યને 10-15 બેઠકો મળી શકે છે.
  • ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, રાજસ્થાનમાં ભાજપને 80-100 બેઠકો, કોંગ્રેસને 86-106 બેઠકો, બસપાને 1-2 બેઠકો અને અન્યને 8-16 બેઠકો મળી શકે છે.
  • ઇન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલ મુજબ, રાજસ્થાનમાં ભાજપને 80-90 બેઠકો, કોંગ્રેસ+ને 94-104 બેઠકો અને અન્યને 14-18 બેઠકો મળી શકે છે.
  • જન કી બાતના એક્ઝિટ પોલ મુજબ, રાજસ્થાનમાં ભાજપને 100-122 બેઠકો, કોંગ્રેસ+ને 62-85 બેઠકો અને અન્યને 14-15 બેઠકો મળી શકે છે.
  • ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ અનુસાર, રાજસ્થાનમાં ભાજપને 77-101 બેઠકો, કોંગ્રેસ+ને 89-113 બેઠકો અને અન્યને 2-16 બેઠકો મળી શકે છે.
  • P-MARQના એક્ઝિટ પોલ અનુસાર, રાજસ્થાનમાં ભાજપને 105-125 બેઠકો, કોંગ્રેસ+ને 69-91 બેઠકો અને અન્યને 5-15 બેઠકો મળી શકે છે.
  • રિપબ્લિક ટીવી-મેટ્રિસના એક્ઝિટ પોલ અનુસાર, રાજસ્થાનમાં ભાજપને 115થી 130 બેઠકો, કોંગ્રેસ+ને 65થી 75 બેઠકો અને અન્યને 12-19 બેઠકો મળી શકે છે.
  • ટાઇમ્સ નાઉ-ઇટીજીના એક્ઝિટ પોલ અનુસાર, રાજસ્થાનમાં ભાજપને 108-128 બેઠકો, કોંગ્રેસ+ને 56-72 બેઠકો અને અન્યને 13-21 બેઠકો મળી શકે છે.
  • તો, ટીવી 9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ અનુસાર, રાજસ્થાનમાં ભાજપને 100-110 બેઠકો, કોંગ્રેસ+ને 90-100 બેઠકો અને અન્યને 5-15 બેઠકો મળી શકે છે.

તેલંગાણા એક્ઝિટ પોલ

કુલ બેઠકો- 119
બહુમતીનો આંકડો- 60

  • તેલંગાણા માટે હાથ ધરાયેલા એબીપી ન્યૂઝ-સી વોટરના એક્ઝિટ પોલમાં, BRSને 38-54 બેઠકો, કોંગ્રેસ 49-65 બેઠકો, BJPને 5-13 બેઠકો અને AIMIMને 5-9 બેઠકો મળવાનો અંદાજ છે.
  • ઈન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં, BRSને 31-47 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 63-79 બેઠકો મળી શકે છે, BJPને 2-4 બેઠકો મળી શકે છે, AIMIMને 5-7 બેઠકો મળી શકે છે.
  • જન કી બાત એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં BRSને 40-55 બેઠકો, કોંગ્રેસને 48-64 બેઠકો, BJPને 7-13 બેઠકો અને AIMIMને 4-7 બેઠકો મળી શકે છે.
  • ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં, BRSને 24-42 બેઠકો, કોંગ્રેસને 62-80 બેઠકો, BJPને 2-12 બેઠકો અને AIMIMને 0 બેઠકો મળી શકે છે.
  • રિપબ્લિક ટીવી-મેટ્રિસના એક્ઝિટ પોલ અનુસાર, રાજ્યમાં BRSને 46-56 બેઠકો, કોંગ્રેસને 58-68 બેઠકો, BJPને 4-9 બેઠકો અને AIMIMને 5-7 બેઠકો મળી શકે છે.
  • ટાઇમ્સ નાઉ-ઇટીજી એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં, BRSને 37-45 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 60-70 બેઠકો મળી શકે છે, BJPને 5-7 બેઠકો અને AIMIMને 6-8 બેઠકો મળી શકે છે.
  • ટીવી 9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટ મુજબ, તેલંગાણામાં, BRSને 48-58 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 49-59 બેઠકો, BJP+ને 5-10 બેઠકો અને AIMIMને 6-8 બેઠકો મળી શકે છે.

મિઝોરમ એક્ઝિટ પોલ

કુલ બેઠકો- 40
બહુમતીનો આંકડો- 21

  • મિઝોરમ માટે હાથ ધરવામાં આવેલા એબીપી ન્યૂઝ-સી વોટર એક્ઝિટ પોલમાં, MNFને 15-21 બેઠકો, ZPMને 12-18 બેઠકો, કોંગ્રેસને 2-8 બેઠકો, ભાજપને 0 બેઠકો અને અન્યને 0-5 બેઠકો મળવાની ધારણા છે.
  • ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ MFNને 3-7 બેઠકો, ZPMને 28-35 બેઠકો, કોંગ્રેસને 2-4 બેઠકો અને ભાજપને મિઝોરમમાં 0-2 બેઠકો મળી શકે છે.
  • ઈન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલ અનુસાર, મિઝોરમમાં, MNFને 14-18 બેઠકો, ZPMને 12-16 બેઠકો, કોંગ્રેસને 8-10 બેઠકો અને ભાજપને 0-2 બેઠકો મળી શકે છે.
  • જન કી બાતના એક્ઝિટ પોલ મુજબ મિઝોરમમાં MNFને 10-14 બેઠકો, ZPMને 15-25 બેઠકો, કોંગ્રેસને 5-9 બેઠકો અને ભાજપને 0-2 બેઠકો મળી શકે છે.
  • રિપબ્લિક ટીવી-મેટ્રિસના એક્ઝિટ પોલ અનુસાર, મિઝોરમમાં MNFને 17-22 બેઠકો, ZPMને 7-12 બેઠકો, કોંગ્રેસને 7-10 બેઠકો અને ભાજપને 1-2 બેઠકો મળી શકે છે.
  • તો, ટાઇમ્સ નાઉ-ઇટીજીના એક્ઝિટ પોલ અનુસાર, મિઝોરમમાં, MNFને 14-18 બેઠકો, ZPMને 10-14 બેઠકો, કોંગ્રેસને 9-13 બેઠકો અને ભાજપને 0-2 બેઠકો મળી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT