બાંગ્લાદેશમાં તખ્તાપલટઃ શેખ હસીનાનું વડાપ્રધાન પદેથી રાજીનામું, સેનાએ સંભાળી દેશની કમાન
Bangladesh Prime Minister Sheikh Hasina: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે હિંસા ભભૂકી ઉઠી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT
Bangladesh Prime Minister Sheikh Hasina: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે હિંસા ભભૂકી ઉઠી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. આર્મી ચીફે કહ્યું કે, ટૂંક સમયમાં જ અંતરિમ સરકારની રચના થશે. હાલ બાંગ્લાદેશની સ્થિતિ ચિંતાજનક છે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે તેઓ સેનાના ખાસ હેલિકોપ્ટર દ્વારા ભારત આવવા રવાના થઈ ગયા છે.
Bangladesh Army Chief says, "PM Sheikh Hasina has resigned. Interim Government to run the country." - reports Reuters pic.twitter.com/tGR3FgGVvn
— ANI (@ANI) August 5, 2024
રસ્તાઓ પરથી પોલીસ હટાવાઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. રસ્તાઓ પરથી પોલીસને હટાવી દેવામાં આવી છે. આ પહેલા સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNP વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે.
ADVERTISEMENT
Bangladesh Prime Minister Sheikh Hasina departed from Bangabhaban at around 2:30pm on Monday on a military helicopter, accompanied by her younger sister, Sheikh Rehana for a "safer place.": Bangladesh media reports pic.twitter.com/cAzcRgwvul
— ANI (@ANI) August 5, 2024
ઢાંકમાં ભારે વિરોધ
દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ લૉન્ગ માર્ચ માટે ઢાંકામાં એકઠા થયા છે. આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 19 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
રવિવારે 100થી વધુના મોત
બાંગ્લાદેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અનામતના વિરોધમાં રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે. પ્રદર્શકારીઓ રસ્તા પર ઉતર્યા છે. ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દેશના મોટાભાગના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT