VIDEO: PM મોદીએ પોલેન્ડમાં જામ સાહેબને આપી શ્રદ્ધાંજલિ, બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલી કહાની જાણવી

ADVERTISEMENT

PM In Poland
PM In Poland
social share
google news

PM In Poland: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે છે. છેલ્લા 45 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. પોલેન્ડ અને ભારત વચ્ચે બીજા વિશ્વ યુદ્ધને લઈને ઐતિહાસિક સંબંધ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગર (ગુજરાત)ના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી(Jamnagar Maharaja Digvijaysinghji)એ પોલેન્ડના 600થી વધુ લોકોને આશ્રય આપ્યો હતો.

પોલેન્ડ આજે પણ ભારતીય મહારાજાના આ યોગદાનને યાદ કરે છે અને ભારતનો આભાર માને છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ વારર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ અને કોલ્હાપુર મહારાજ મેમોરિયલની મુલાકાત લીધી હતી અને પીએમ મોદીએ જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.  

CM ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરી આપી માહિતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ભારત-પોલેન્ડના સંબંધોને આગળ વધારવામાં ગુજરાતની વિશેષ ભૂમિકા ઇતિહાસમાં નોંધાયેલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ 600થી વધુ પોલિશ શરણાર્થી બાળકોને ગુજરાતમાં આશ્રય આપ્યો હતો. પોલેન્ડ જામ સાહેબ દિગ્વિજયસિંહજીને આજે પણ યાદ કરે છે. આજે પણ પોલેન્ડની રાજધાની વારસૉમાં જામ સાહેબના નામ પર ગુડ મહારાજા સ્ક્વેર છે અને બીજા પ્રમુખ સ્મારક છે. પોલેન્ડ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.

ADVERTISEMENT

PM મોદીની પોલેન્ડ મુલાકાતના બીજા દિવસનું શેડ્યૂલ (ભારતીય સમય)

  • બપોરે 1.30-1.45- ચાન્સેલરી ખાતે ઔપચારિક સ્વાગત.
  • બપોરે 1.45-2.15- પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત.
  • બપોરે 2.15-2.55- પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત.
  • બપોરે 3.05 થી 3.00- પત્રકાર પરિષદ.
  • બપોરે 3.00-4.50- પોલેન્ડના વડાપ્રધાન દ્વારા આયોજિત લંચમાં હાજરી આપશે.
  • સાંજે 5.30-6.30- પોલેન્ડના રાષ્ટ્રપતિ આન્દ્રેઝ ડુડા સાથે દ્વિપક્ષીય બેઠક.
  • સાંજે 7.20- 7.50 pm- બિઝનેસ લીડર્સ સાથે વાતચીત.

પીએમ મોદી પોલેન્ડથી સીધા યુક્રેન જશે

પીએમ મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાત બાદ સીધા યુક્રેન જશે. તે સ્પેશિયલ ટ્રેન રેલ ફોર્સ વન દ્વારા પોલેન્ડથી કિવ જશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અગાઉ તેઓ રશિયા ગયા હતા અને રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT