Pankaj Udhas Death: મુંબઈની બારમાં કામ કરનારા પંકજ ઉધાસ કેવી રીતે બની ગયા ગઝલ 'સ્રમાટ'?

ADVERTISEMENT

પંકજ ઉધાસ મોત
પંકજ ઉધાસ મોત
social share
google news

Pankaj Udhas Death: 'ગઝલ' સમ્રાટ પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થઈ ગયું. તેમના નિધનના સમાચારથી તેમના પરિજનો, સંબંધીઓ અને ફેન્સ ઘેરા શોકમાં સરી પડ્યા છે. જોકે ઘણા ઓછા લોકો તેમના પરિવાર અને કરિયરની શરૂઆત વિશે જાણે છે. પંકજ ઉધાસના મોટા ભાઈ મનહર થિયેટર એક્ટર હતા, જેમના કારણે પંકજ સંગીતના સંપર્કમાં આવ્યા હતા. સ્ટેજ પર તેમનું પ્રથમ પરફોર્મન્સ ભારત-ચીન યુદ્ધ દરમિયાન હતું, જેમાં તેમણે "એ મેરે વતન કે લોગોં" ગાયું હતું, જેના માટે તેમને પ્રેક્ષક દ્વારા 51 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.

મુંબઈમાં અભ્યાસ સાથે બારમાં કામ કરતા

ચાર વર્ષ પછી, તેમણે રાજકોટની સંગીત નાટ્ય એકેડમીમાં પ્રવેશ મેળવ્યો અને તબલા વગાડવાનું શીખ્યા હતા. તે પછી, તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી માટે અભ્યાસ શરૂ કર્યો અને શાસ્ત્રીય સંગીતની પ્રેક્ટિસ કરતા હતા અને સમય કાઢીને 'બાર'માં કામ કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: Pankaj Udhas Passed Away: જેતપુરમાં ચારણ પરિવારમાં જન્મેલા પંકજ ઉધાસ બોલિવૂડ સુધી કેવી રીતે પહોંચ્યા, જાણો અજાણી વાતો

1972માં આવી પ્રથમ ફિલ્મ

પંકજ ઉધાસની સૌથી પહેલી ફિલ્મ 1972માં આવેલી 'કામના' હતી, જેમાં તેમણે નક્સ લ્યાલપુરીએ લખેલું અને ઉશા ખન્નાએ કમ્પોઝ કરેલું ગીત ગાયું હતું. ત્યારબાદ, તેમણે ગઝલ ગાયકીમાં રસ દાખવ્યો અને ગઝલ ગાયક તરીકે કારકિર્દી બનાવવા માટે ઉર્દૂ પણ શીખી. સફળતા ન મળતાં તેઓ કેનેડા ગયા અને ત્યાં અને અમેરિકામાં નાના-નાના કાર્યક્રમોમાં ગઝલ ગાવામાં સમય પસાર કર્યા પછી તેઓ ભારત આવ્યા. તેમનું પહેલું ગઝલ આલ્બમ આહત હતું જે 1980માં રિલીઝ થયું હતું. અહીંથી તેમને સફળતા મળવા લાગી અને 2009 સુધીમાં તેણે 40 આલ્બમ બહાર પાડ્યા.

ADVERTISEMENT

આ પણ વાંચો: આ વ્યક્તિને PM Modi એ તમામ પ્રોટોકોલ તોડીને પોતાની ગાડીમાં બેસાડ્યા

ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી

1986માં, ઉધાસને ફિલ્મ 'નામ'માં તેની કળા દર્શાવવાની બીજી તક મળી, જેણે તેમને ખૂબ જ ખ્યાતિ આપી. તેમણે પ્લેબેક સિંગર તરીકે કામ કરવાનું ચાલું રાખ્યું હતું, દરમિયાન તેઓ સાજન, યે દિલ્લગી અને ફિર તેરી કહાની યાદ આયી જેવી કેટલીક ફિલ્મોમાં પણ દેખાયા હતા. પંકજ ઉધાસે પાછળથી સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર 'આદબ આરઝ હૈ' નામનો ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો. બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ પંકજ ઉધાસને તેમના મેન્ટર બતાવે છે. 

પંકજ ઉધાસને તેમના કરિયર દરમિયાન મળેલા એવોર્ડ્સ

  • 2006 - પંકજ ઉધાસને ગઝલ ગાયકીની કારકિર્દીની સિલ્વર જ્યુબિલી પૂર્ણ થયાની યાદમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 2006 - "2005 ના શ્રેષ્ઠ ગઝલ આલ્બમ"ના રૂપમાં "હસરત"ને કોલકાતામાં પ્રતિષ્ઠિત "કલાકાર" એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
  • 2004 - લંડનના વેમ્બલી કોન્ફરન્સ સેન્ટરમાં આ આઇકોનિક સ્થળ પર પ્રદર્શનના 20 વર્ષ પૂરા કરવા બદલ તેમનું વિશેષ સન્માન થયું હતું.
  • 2003 - સફળ આલ્બમ 'ઇન સર્ચ ઓફ મીર' માટે MTV એમી એવોર્ડ.
  • 2003 - સમગ્ર વિશ્વમાં ગઝલને લોકપ્રિય બનાવવા માટે ન્યૂયોર્કના બોલિવૂડ મ્યુઝિક એવોર્ડમાં સ્પેશિયલ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો.
  • 2003 - ગઝલ અને સંગીત ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ દાદાભાઈ નૌરોજી ઈન્ટરનેશનલ સોસાયટી દ્વારા દાદાભાઈ નૌરોજી મિલેનિયમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
  • 2002 - મુંબઈમાં સહયોગ ફાઉન્ડેશન દ્વારા સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠતા માટે પુરસ્કાર આપવામાં આવ્યો.
  • 2002 - ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સન્માનિત કરાયા.
  • 2001 - મુંબઈના રોટરી ક્લબ દ્વારા ગઝલ ગાયક તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વોકેશનલ રિકગ્નીશન એવોર્ડ અપાયો હતો.
  • 1999 – ભારતીય સંગીતમાં અસાધારણ સેવાઓ માટે, ખાસ કરીને ભારત અને વિદેશમાં ગઝલના પ્રચાર માટે ભારતીય વિદ્યા ભવન, અમેરિકા પુરસ્કાર. ન્યુયોર્કમાં આયોજિત ગઝલ ફેસ્ટિવલમાં એવોર્ડ આપવામાં આવ્યો.
  • 1998 - જર્સી સિટીના મેયર દ્વારા ઇન્ડિયન આર્ટસ એવોર્ડ ગાલા એનાયત કરાયો.
  • 1998 - એટલાન્ટિક સિટીમાં અમેરિકન એકેડેમી ઓફ આર્ટિસ્ટ્સ દ્વારા ઉત્કૃષ્ટ આર્ટિસ્ટ્સ એચિવમેન્ટ એવોર્ડ એનાયત.
  • 1996 - સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા, સિદ્ધિ અને યોગદાન માટે ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડ એનાયત.
  • 1994 - યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના લ્યૂબોક ટેક્સાસની માનદ નાગરિકતા.
  • 1994 - રેડિયોની સત્તાવાર હિટ પરેડમાં કેટલાક મુખ્ય ગીતોની ઉત્કૃષ્ટ સફળતા માટે રેડિયો લોટસ એવોર્ડ એનાયત થયો. ડરબન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા ખાતે રેડિયો લોટસ દ્વારા પ્રદાન કરવામાં આવ્યું.
  • 1993 - સંગીતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ધોરણો હાંસલ કરવા જાયન્ટ્સ ઇન્ટરનેશનલ એવોર્ડ.
  • 1990 - સકારાત્મક નેતૃત્વ અને રાષ્ટ્ર માટે ઉત્કૃષ્ટ સેવા માટે ઉત્કૃષ્ટ યુવા વ્યક્તિ પુરસ્કાર (1989-90) એનાયત. ઈન્ડિયન જુનિયર ચેમ્બર્સ દ્વારા આપવામાં આવ્યો હતો.
  • 1985 - વર્ષના શ્રેષ્ઠ ગઝલ ગાયક તરીકે કે.એલ સહગલ પુરસ્કાર એનાયત થયો.

    follow whatsapp

    ADVERTISEMENT