આ વ્યક્તિને PM Modi એ તમામ પ્રોટોકોલ તોડીને પોતાની ગાડીમાં બેસાડ્યા
PM Modi In Varanasi: વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત પહેલા તેઓએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી.
ADVERTISEMENT
PM Modi In Varanasi: વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત પહેલા તેઓએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ શુક્રવારે રવિવાસજીના જન્મ સ્થળ ગોવર્ધનમાં તેમની 25 ફૂટ ઉંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અહીં વિશાળ જનસભા સંબોધિત કરી હતી.
વડાપ્રધાન મોદીના રોડ શોમાં યોગીને સાથે રાખ્યા
વડાપ્રધાન મોદીએ વારાણસીમાં એક રોડ શો પણ કર્યો હતો. જેમાં ઉડીને આંખે વળગે તેવી બાબત હતી. પીએમ મોદીની ગાડીમાં તેમની સાથે યોગી આદિત્યનાથ પણ પાછળની સીટ પર બેઠા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ પ્રોટોકોલ અને કારણોથી ક્યારે પણ પીએમ મોદી પોતાની ગાડીમાં SPG કમાન્ડો સિવાય અન્ય કોઇ પણ વ્યક્તિને પોતાની ગાડીમાં બેસાડતા નથી. મોટે ભાગે તેઓ એકલા જ ગાડીમાં હોય છે. અન્ય જે કોઇ પણ હસ્તી હોય તે પીએમના કાફલા બાદ પોતાના કોન્વોય સાથે નિકળે છે.
પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને યોગીને ગાડીમાં બેસાડ્યા
જો કે પીએમ મોદીની આ મુલાકાત ખુબ જ મહત્વની રહી હતી. જેમાં તેમણે સીએમ યોગી આદિત્યનાથને તમામ પ્રોટોકોલ તોડીને પોતાની ગાડીમાં બેસાડી લીધા હતા. જેના કારણે સોશિયલ મીડિયા પર હાલ અનેક અટકળો વહેતી થઇ છે. જેના અનુસાર પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમના પછી યોગી આદિત્યનાથ તેમના ઉતરાધિકારી હશે. આ ઉપરાંત સીએમ યોગીને પોતાની ગાડીમાં નહી બેસાડવા બદલ અગાઉ ટ્રોલ થઇ ચુકેલા યોગી આદિત્યનાથનું કદ પણ વધ્યું છે. સોશિયલ મીડિયા પર દાવા થઇ રહ્યા છે કે એવું પહેલીવાર હશે કે પીએમ મોદીએ કોઇ રાજ્યના મુખ્યમંત્રીને પોતાની ગાડીમાં બેસાડ્યા હોય.
ADVERTISEMENT
હાલ તો બંન્નેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ
હાલ તો સોશિયલ મીડિયા પર આ તસ્વીરો અને વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેના પગલે યોગી આદિત્યનાથ અને પીએમ મોદીથી માંડી અમિત શાહ સુધી અનેક પ્રકારની અટકળો, મીમ્સ વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયાનું બજાર હાલ યોગી આદિત્યનાથ અને પીએમ મોદી મામલે ધમધમી રહ્યું છે.
ADVERTISEMENT