Operation Ajay: ઇઝરાયેલથી ભારતીયોને લાવવા ઓપરેશન અજય, કાલે રવાના થશે સ્પેશિયલ ફ્લાઇટ

ADVERTISEMENT

Opration Ajay launch by India
Opration Ajay launch by India
social share
google news

Israel Hamas War: ઇઝરાયેલ અને હમાસમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, વિદેશમાં રહેતા નાગરિકોની સુરક્ષા અને ભલાઇ માટે અમે સંપુર્ણ પ્રતિબદ્ધ છીએ.

ઇઝરાયેલ પર પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો છે. હુમલા બાદથી બુધવારે પાંચમા દિવસે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ ભારતે ઇઝરાયેલમાં રહેતા ભારતીયોને દેશ પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવાની જાહેરાત કરી છે.

ઇઝરાયેલથી પરત આવવા ઇચ્છતા તમામ નાગરિકોને પરત લવાશે

વિદેશમંત્રી એસ.જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, ઇઝરાયેલથી ભારત આવવા ઇચ્છુક લોકો માટે ઓપરેશન અજય લોન્ચ કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ચાર્ટર ફ્લાઇટ અને અન્ય પ્રકારની વ્યસ્થા કરવામાં આવી રહી છે. વિદેશમાં રહેતા પોતાના નાગરિકોની સુરક્ષા અને ભલાઇ માટે અમે સંપુર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ.

ADVERTISEMENT

વિદેશમંત્રીએ ટ્વીટ કરીને ઓપરેશન અંગે જાહેરાત કરી

એસ.જયશંકરે પોસ્ટ પર ઇઝરાયેલમાં ભારતના દૂતાવાસે કહ્યું હતું કે, જે ભારતીયોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને કાલે સ્પેશિયલ ફ્લાઇટ માટે મેલ કરી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ અન્ય ઉડ્યનો માટે અન્ય નોંધાયેલા લોકોને પણ સંદેશ મોકલવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઇએ મુંબઇમાં ઇઝરાયેલના મહાવાણિજ્ય દૂત કોબી શોશાનીના હવાલાથી જણાવ્યું કે, ઇઝરાયેલમાં 20 હજાર કરતા વધારે ભારતીયો છે.

ADVERTISEMENT

Launching #OperationAjay to facilitate the return from Israel of our citizens who wish to return.

Special charter flights and other arrangements being put in place.

Fully committed to the safety and well-being of our nationals abroad.

— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 11, 2023

ઈમરજન્સી નંબર જાહેર કર્યો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય લોકોની મદદ માટે ઈમરજન્સી નંબર જારી કરવામાં આવ્યો છે. આ ઇમરજન્સી નંબરો છે 1800118797, +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988. આ સિવાય ઈમેલ છે: Situnationroom@mea.gov.in.

ADVERTISEMENT

તલ અવીવ, ઇઝરાયેલમાં સ્થિત ભારતીય દૂતાવાસના ઇમરજન્સી નંબરો છે +972-35226748 અને +972- 543278392.

યુદ્ધ ક્યારે શરૂ થયું?

શનિવારે (7 ઓક્ટોબર) સવારે હમાસે ઈઝરાયેલ પર રોકેટ હુમલો કર્યો. આ સમયગાળા દરમિયાન હમાસે પણ ઘૂસણખોરી કરીને સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા. આ પછી ઇઝરાયલે હમાસ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. ઈઝરાયેલ તરફથી ગાઝા પર સતત હુમલા થઈ રહ્યા છે. સાથે જ હમાસ પણ ઈઝરાયલ તરફ રોકેટ છોડી રહ્યું છે.

સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, બંને બાજુથી 2100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝાના ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે પાવર પ્લાન્ટમાં બળતણ સમાપ્ત થઈ ગયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT