ઘોર કળિયુગ! મામી અને ભાણેજના પ્રેમ સંબંધમાં મામાનું મર્ડર, 6 વર્ષના દીકરાના કારણે ખૂલ્યો હત્યાનો ભેદ
MP Crime News: મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી પ્રેમ સંબંધોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મામીના પ્રેમમાં પાગલ બનેલા ભાણેજે તેના મિત્રો સાથે મળીને મામાની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
MP Crime News: મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી પ્રેમ સંબંધોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મામીના પ્રેમમાં પાગલ બનેલા ભાણેજે તેના મિત્રો સાથે મળીને મામાની હત્યા કરી નાખી હતી. પરંતુ હત્યાના 12 કલાકમાં જ પોલીસે આ બ્લાઈન્ડ મર્ડરના કેસનો પર્દાફાશ કરીને 6 આરોપીઓની ધરપકડ કરી હતી.
મામાની હત્યામાં ભાણેજનું નામ ખૂલ્યું
વિદુર નગરમાં એક દિવસ પહેલા રૂપ સિંહ રાઠોડ (બંજારા)નો મૃતદેહ પોલીસને મળ્યો હતો. તપાસ કરતાં પોલીસને ખબર પડી કે રૂપ સિંહની હત્યામાં તેનો ભત્રીજો શુભમ (22) પણ સામેલ હતો. પોલીસે હત્યામાં સંડોવાયેલા ભત્રીજા અને ચાર મિત્રો અને મામીની ધરપકડ કરી હતી. આ હત્યાનો મામલો મૃતકના છ વર્ષના પુત્ર દ્વારા બહાર આવ્યો હતો. હત્યા પાછળનું કારણ શુભમ અને મૃતકની પત્ની પૂજા એટલે કે મામી છે. કારણ કે ભાણેજ અને મામી વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો.
મામી અને ભાણેજ એકબીજાના પ્રેમમાં પડ્યા
માહિતી આપતા એડિશનલ ડીસીપી અભિનવ વિશ્વકર્માએ જણાવ્યું કે, મૃતકની પત્ની અને તેના ભાણેજ વચ્ચે ગેરકાયદેસર સંબંધો હતા, જેના કારણે ભાણેજે તેના સગીર મિત્રો સાથે મળીને તેના મામાની હત્યા કરી હતી. આ ઘટના 12 કલાકમાં બહાર આવી હતી અને 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી બે સગીર છે. મામી અને ભાણેજે ઓશીકા વડે મોઢું દબાવીને મામાની હત્યા કરી હતી. ત્યારપછી લાશને નાળાના કિનારે ફેંકી દેવામાં આવી હતી, જેના કારણે સમગ્ર મામલો અકસ્માતનો હોવાનું પોલીસ માની રહી છે.
ADVERTISEMENT
ઓશીકા વડે મોઢું દબાવીને મામાની હત્યા
પોલીસે મૃતકના છ વર્ષના પુત્ર સહિત તેના સંબંધીઓની પૂછપરછ કરી હતી. આ દરમિયાન આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પૂજાના 6 વર્ષના પુત્રએ જણાવ્યું કે, મમ્મી અને પપ્પા વચ્ચે હંમેશા ઝઘડો થતો હતો. આ પછી પોલીસે પૂજાનો મોબાઈલ ચેક કર્યો તો જાણવા મળ્યું કે પૂજાએ શુભમને ઘણી વખત વીડિયો કોલ કર્યો હતો. બંનેને કસ્ટડીમાં લઈ કડક પૂછપરછ કરતાં તેઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે હત્યા કરીને તમામ પોતપોતાના ઘરે ગયા હતા અને ખાટુ શ્યામ જવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ પોલીસે તેની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT