Monsoon Update: બસ આવી ગયું ચોમાસું...! આવતી કાલે પહોંચશે કેરળ જાણો ગુજરાતમાં ક્યારે થશે 'એન્ટ્રી'?

ADVERTISEMENT

Monsoon Update
Monsoon Update
social share
google news

Monsoon Update 2024: કાળઝાળ ગરમીથી ત્રસ્ત અડધુ ભારત માત્ર ચોમાસાની રાહ જોઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD)એ આ અંગે સારા સમાચાર આપ્યા છે. આજે એટલે કે 29 મે થી 30 મે વચ્ચે ગમે ત્યારે ચોમાસું ભારતીય સરહદમાં પ્રવેશી શકે છે એટલે કે 24 કલાકની અંદર ચોમાસું કેરળમાં એન્ટ્રી કરશે. IMD અનુસાર, આગામી 24 કલાક દરમિયાન કેરળમાં ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે.

ચોમાસાની શરૂઆત કયારથી થશે?

કેરળમાં આ વખતે ચોમાસું સમય પહેલા દસ્તક આપી રહ્યું છે. રાજ્યમાં ચોમાસાની સામાન્ય તારીખ 1 જૂન છે. જો કે, તે 3-4 દિવસ આગળ અથવા પાછળ હોવું પણ સામાન્ય માનવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું 30 મેના રોજ કેરળમાં આવી શકે છે. આ પછી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. જો કે, કેરળ પહેલાથી જ ભારે વરસાદ અને જળબંબાકારનો સામનો કરી રહ્યું છે.

Government Jobs: ગુજરાત હાઈકોર્ટ સહિત આ સરકારી નોકરીમાં સારા પગારની તક, જાણો અરજીની છેલ્લી તારીખ

સમગ્ર દેશને ક્યારે ચોમાસાની અસર થશે

IMDએ કહ્યું હતું કે, કેરળમાં પ્રી-મોન્સૂન વરસાદ ટૂંક સમયમાં ચોમાસાના વરસાદમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ (IMD) એ આજે ​​કોટ્ટયમ અને એર્નાકુલમ જિલ્લામાં રેડ એલર્ટ અને અન્ય ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે. સામાન્ય રીતે તે ઉછાળા સાથે ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. આ પહેલા 22મી મેના રોજ ચોમાસું આંદામાન અને નિકોબારમાં પહોંચ્યું હતું. આ વખતે ચોમાસું સામાન્ય કરતાં 3 દિવસ વહેલું એટલે કે 19મી મેના રોજ આંદામાનમાં આવી ગયું છે.

ADVERTISEMENT

ગુજરાતમાં કયારથી થશે ચોમાસાની શરૂઆત?

રાજ્ય તારીખ
આંદામાન નિકોબાર 22 મે
બંગાળની ખાડી 26 મે
કેરળ, તામિલનાડુ 1 જૂન
કર્ણાટક, આંધ્રપ્રદેશ અને આસામના કેટલાક ભાગો 5 જૂન
મહારાષ્ટ્ર, તેલંગાણા અને બંગાળ 10 જૂન
ગુજરાત અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહાર 15 જૂન
મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશના ભાગો અને ગુજરાતના જંગલ વિસ્તાર 20 જૂન
ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર 25 જૂન
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ 30 જૂન
રાજસ્થાન 5 જુલાઇ

કેવું રહેશે ચોમાસું?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં અલ નીનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લા નીનાની સ્થિતિ સક્રિય બની રહી છે, જે આ વર્ષે સારા ચોમાસા માટે અનુકૂળ છે. જેના કારણે ભારતમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. તે જ સમયે, લા નીના સાથે, આ વર્ષે સારા ચોમાસા માટે ઇન્ડિયન ઓશન ડીપોલ (IOD)ની સ્થિતિ પણ અનુકૂળ બની રહી છે, જે ચોમાસા માટે સકારાત્મક સંકેતો છે.

Video: રાજકોટ અગ્નિકાંડના પુરાવા પણ ભસ્મીભૂત? 'ડેથ ઝોન' માં ન્યાયની આશા પર ફરી વળ્યું બુલડૉઝર

    follow whatsapp

    ADVERTISEMENT