Video: રાજકોટ અગ્નિકાંડના પુરાવા પણ ભસ્મીભૂત? 'ડેથ ઝોન' માં ન્યાયની આશા પર ફરી વળ્યું બુલડૉઝર

ADVERTISEMENT

Rajkot Game Zone Fire Update
Rajkot Game Zone Fire Update
social share
google news

Rajkot Game Zone Fire Update: રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે અત્યાર સુધીમાં મળી રહેલી તમામ માહિતીઓ ભયાવહ છે. આ ગેમ ઝોન છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત હતો અને ફાયર સેફ્ટીના ઉપકરણો કે NOC વગર ચાલતું હતું. ગેમ ઝોનમાં  ગેમ્સ માટે પેટ્રોલ-ડિઝલના સ્વરૂપે જવલનશીલ પદાર્થોનો અઢળક જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આટલા મોટા સ્ટોરેજ માટે કોઈ પરવાને, મંજૂરી કે સ્ટોરેજને લાગતાં તમામ નિયમોને નેવે મૂકી આ પ્રકારે ચાલતું હતું તો હજુ આ મામલે  તપાસ થવાની બાકી છે. આ જીવલેણ આગ લાગી તેમાં મોતનો આંકડો સામે આવ્યો છે તેના સિવાય કેટલા બહાર નીકળવામાં સફળ થયા, કેટલાની હજી ભાળ નથી મળી એવા કોઈ સવાલનો સત્તાવાર કે બિનસત્તાવાર જવાબ મળ્યો નથી. 

‘ક્રાઈમ સીન’ બૂલડોઝર શું પુરાવાઓને નાશ કરવાનો પ્રયત્ન?

અસ્પષ્ટ પીકચર વચ્ચે  દુર્ઘટના જે સ્થળે બની તે ‘ક્રાઈમ સીન’ પર હવે બૂલડોઝર ફેરવી દેવમાં આવ્યું છે. તો સીધો મતલબ શું પુરાવાઓને નાશ કરવા તરફ જઈ રહ્યો છે? કારણ કે માત્ર 96 કલાકમાં જ્યારે ફોરેન્સિક લેબ મૃતકોના ડીએનએ મેળવી તેમની ઓળખ કરવામાં વ્યસ્ત છે અને   રાજકોટ પોલીસ આરોપી પકડી તેને રિમાન્ડ મેળવવામાં અને મ્યુનિસિપલ કમિશનર પરમિશનના કાગળ મેળવવામાં વ્યસ્ત છે તો શું અગ્નિકાંડના પુરાવાનો નાશ કરવામાં માટે પ્રયન્ત થયો છે કે પછી કાર્યવાહીનો ભાગ? હવે તે પણ એક નવો સવાલ છે. સરકારે નિમેલી SIT ના પ્રાથમિક અહેવાલ માટે 45 વ્યક્તિના નિવેદન લીધા છે, ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને 'ડેથ ઝોન'ના ભૂતકાળ અંગેના દસ્તાવેજ એકત્ર કરવામાં આવ્યા છે પણ તો પછી સ્થળ ઉપરના પુરાવાનું શું થશે? હવે જમીન સમથળ પણ નવા સવાલો ઊભા કરે છે કે રોડરોલરથી માટી દબાવી દેવામાં તો ગેરકાયદે  ઇંધણના પુરાવા કેવી રીતે મળશે? 

Adani-Paytm Deal: અદાણીની નજર હવે Paytm પર! GooglePay, PhonePe અને Jio Financial ને ટક્કર આપવાની તૈયારી

કેસમાં મોટી કડી તૂટી!

બીજી તરફ આ કેસની મોટી કડી તૂટી  ગઈ છે એટલે કે ગેમઝોનના માલિક પ્રકાશ જૈનના મોતની પણ પુષ્ટિ થઈ ગઈ છે. તો હવે કેટલા અને કોના રાઝ દફન થશે તે પણ મોટો સવાલ છે.

ADVERTISEMENT

 કોના - કોના રાઝ દફન ?

મોટી માહિતી પ્રકાશ જૈન સાથે ભસ્મીભૂત
પ્રકાશ જૈનના નેતાઓ સાથે હતા સારા સંબંધ
પ્રકાશ જૈન પાસે હતી તમામ મોટી માહિતી
પ્રકાશ જૈનની મોત સાથે ઘણા રાઝ દફન

સવાાલ

શું હવે નહીં પકડાય અન્ય મોટા માથા ?
પડદા પાછળના લોકો બચી જશે ?
પ્રકાશ જૈન પાસે હતા કોના કોના નામ ?
પ્રકાશ જૈનને કોના હતા આશીર્વાદ ?
 

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT