Assembly Election 2023: આ રાજ્યમાં આવતીકાલે નહીં 4 ડિસેમ્બરે થશે મતગણતરી, જાણો કેમ કરાયો ફેરફાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ (પાંચ રાજ્યો)માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ બાદ સમગ્ર દેશ 3 ડિસેમ્બરે યોજાનારી મત ગણતરીની રાહ જોઈ રહ્યો છે. આ વચ્ચે ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે અને મિઝોરમમાં ચૂંટણી પરિણામોની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે અહીં મતગણતરી 3જી ડિસેમ્બરને બદલે 4 ડિસેમ્બરે થશે.

તમામ રાજકીય પક્ષોએ કરી હતી માંગ

તમને જણાવી દઈએ કે મતદાન પહેલાથી મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી. આ અંગે તમામ પક્ષોનો એકમત જ જોવા મળ્યો હતો. માંગણી કરી રહેલા રાજકીય પક્ષોનું કહેવું હતું કે રવિવાર ખ્રિસ્તીઓનો પવિત્ર દિવસ છે. તેથી ખ્રિસ્તી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા રાજ્ય મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલવી જોઈએ. ભાજપ, કોંગ્રેસ અને શાસક એમએનએફ સહિત તમામ રાજકીય પક્ષો આ માંગ સાથે સંમત થયા હતા.

રાજકીય પક્ષોએ લખ્યો હતો પત્ર

તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને પત્ર લખીને મતગણતરીની તારીખ બદલવાની માંગ કરી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે મિઝોરમના લોકો રવિવારના દિવસે સંપૂર્ણ રીતે પૂજામાં સમર્પિત રહે છે. આ પત્રમાં તમામ રાજકીય પક્ષો અને એનજીઓના પ્રમુખોની સહી પણ હતી. પત્રમાં લખવામાં આવ્યું છે કે મિઝોરમમાં રવિવારે કોઈ સત્તાવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી.

ADVERTISEMENT

મતગણતરીની તારીખ બદલવાની કરી હતી વિનંતી

પત્ર મોકલનાર પક્ષોમાં સત્તારૂઢ MNF, ભાજપ, કોંગ્રેસ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ અને પીપલ્સ કોન્ફરન્સનો સમાવેશ થાય છે. મિઝોરમ કોહરાન હ્રુતુટ કમિટી (MKHC), રાજ્યના અગ્રણી ચર્ચોના જૂથે પણ ચૂંટણી પંચને પત્ર મોકલીને મતગણતરી તારીખ બદલવાની વિનંતી કરી હતી.

એક જ તબક્કામાં થયું હતું મતદાન

વાસ્તવમાં, 40 સભ્યોની મિઝોરમ વિધાનસભા માટે 7 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન થયું હતું. પહેલા પાંચ રાજ્યોની મતગણતરી 3 ડિસેમ્બરે થવાની હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી પંચે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખમાં પણ ફેરફાર કર્યો હતો. ત્યાં 23 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ તેને બદલીને 25 નવેમ્બર કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT