Maneka Gandhi Remarks: ઇસ્કોન પર આરોપ કોઇ મોટા ષડયંત્રનો સંકેત, અખિલેશ યાદવે ખોલ્યો મોરચો
Akhilesh Yadav On Meneka Gandhi Remarks: મેનકા ગાંધીએ ઇસ્કોન પર ગાયોના કસાઇઓને બેચવાનો આરોપ લગાવ્યો છે. ઇસકોને આ આરોપોને ફગાવી દીધા છે. Meneka Gandhi Remarks…
ADVERTISEMENT
Akhilesh Yadav On Meneka Gandhi Remarks: મેનકા ગાંધીએ ઇસ્કોન પર ગાયોના કસાઇઓને બેચવાનો આરોપ લગાવ્યો છે. ઇસકોને આ આરોપોને ફગાવી દીધા છે.
Meneka Gandhi Remarks on ISKCON
ભાજપ સાંસદ મેનકા ગાંધીના ઇસ્કોન પર અપાયેલા નિવેદન બાદ રાજકીય ધમાસાણ શરૂ થઇ ચુક્યું છે. આ મામલે યુપીના પૂર્વ સીએમ અને સપા ચીફ અખિલેશ યાદવે બુધવારે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે એક્સ પોસ્ટ પર લખ્યું કે, ભાજપીયઓને પહેલા ભુમાફીયાઓ સાથે મળીને રાધાસ્વામી સત્સંગને નિશાન બનાવ્યા અને ભાજપના લોકો હવે ગોપાલક ભગવાન કૃષ્ણના ઉપાસકો પર જ કસાઇ હોવાનો અને ગાયો વેચવાનો વીભત્સ આરોપ લગાવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ISKCON ના અનુયાયી આ આરોપથી વ્યથીત અને દુખી છે.
અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર
પૂર્વ સીએમે આગળ કહ્યું કે, ભાજપ સરકારે સ્પષ્ટીકરણ આપવું જ પડશે કારણ કે તેનો સંબંધ માત્ર પ્રદેશ તથા દેશ સાથે જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય છબી સાથે પણ છે. કારણ કે કૃષ્ણ ચેતનાને સમર્પિત ઇસ્કોનનો વિસ્તાર સમગ્ર વિશ્વમાં છે. જનતાનો સવાલ છે કે, ભાજપના લોકો કયા કારણે સમાજમાં આવું વૈમનસ્ય ફેલાવવા માંગે છે અને કોના ઇશારે આ બધુ થઇ રહ્યું છે? ઇસ્કોન પર આરોપ કોઇ મોટા ષડયંત્રનો સંકેત છે.
ADVERTISEMENT
મેનકા ગાંધીએ ISKCON પર લગાવ્યા ગંભીર આક્ષેપ
મેનકા ગાંધીએ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શસનેસને (ISKCON) દેશનો સૌથી મોટું ગોટાળેબાજ સંગઠન ગણાવ્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે, પોતાની ગૌશાળાની ગાયોને ઇસ્કોન કસાઇઓને વેચે છે. આ ગૌશાળાના સંચાલનના નામે સરકાર પાસેથી પણ લાભ મેળવે છે. નાગરિકો પાસેથી પણ કરોડો રૂપિયાનું ડોનેશન લે છે અને ગાયોનો ધંધો પણ કરે છે.
ભાજપ સાંસદે આંધ્રપ્રદેશમાં ઇસ્કોનની અનંતપુર ગૌશાળાની પોતાની યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ત્યાં તેમને એવી કોઇ ગાય નહોતી મળી જે દુધ ન દેતી હોય. ત્યાં એક પણ વાછરડું પણ નહોતું. જેનો સીધો જ અર્થ છે કે તમામ વેચાઇ ગયા.
ADVERTISEMENT
ઇસ્કોને આરોપો અંગે શું કહ્યું?
જો કે આ આરોપોને ઇસ્કોને નિરાધાર અને ખોટા ગણાવ્યા હતા. ઇશ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદા દાસે કહ્યું કે, ધાર્મિક સંસ્થા ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વ સ્તર પર ગાય અને બળદની સુરક્ષા અને સારસંભાળમાં સૌથી વધારે આગળ રહ્યા છે. ગાયો અને બળદોની આજીવન સેવા કરવામાં આવે છે. ન તેમને કસાઇઓને વેચવામાં આવે છે, જેવો કે આરોપ લગાવવામાં આવ્યો છે તે ખોટા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT