લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જી ઇજાગ્રસ્ત, માથામાંથી લોહી વહેતું થયું
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસ ચીફ મમતા બેનર્જી ઇજાગ્રસ્ત થયા છે. તેઓની ઇજાગ્રસ્ત હાલતમાં તસ્વીર શેર કરીને તૃણમુલ કોંગ્રેસ દ્વારા આ અંગે અધિકારીક માહિતી આપવામાં આવી છે.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસ ચીફ મમતા બેનર્જી ઇજાગ્રસ્ત થયા છે. તેઓની ઇજાગ્રસ્ત હાલતમાં તસ્વીર શેર કરીને તૃણમુલ કોંગ્રેસ દ્વારા આ અંગે અધિકારીક માહિતી આપવામાં આવી છે. હાલ તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેઓને ટાંકા લેવા પડે તેવી પણ શક્યતા છે. કપાળ પર ગંભીરઘા અને તેમાંથી વહેતું લોઇ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
ઇજા કયા કારણે થઇ તે અંગે કોઇ સ્પષ્ટતા નહી
જો કે આ ઇજા શેના કારણે થઇ અને કઇ રીતે થઇ તે અંગે હજી સુધી કોઇ જ પ્રકારની સ્પષ્ટતા તૃણમુલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી નથી. માત્ર ઇજા થઇ હોવાની માહિતી સાથેનું ટ્વીટ કરવામાં આવ્યું છે. હાલ તો કોઇ નેતા પણ આ અંગે જાણતા નહી હોવાનું જણાવી રહ્યા છે.
અગાઉ પણ ગાડીનો અકસ્માત થયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જી અગાઉ 24 જાન્યુઆરીએ પણ એક કાર અકસ્માત નડ્યો હતો. તેમના કાફલા વચ્ચે એક ગાડી અચાનક આવી જવાને કારણે સર્જાયેલા અકસ્માતમાં તેમને સામાન્ય ઇજા પહોંચી હતી. માથામાં ઇજાના કારણે તેઓને કોલકાતા પરત લાવીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT