Madhya Pradesh Exit Poll result live: મામાને ‘લાડલી’ બહેનોએ સાચવી લીધા! પ્રચંડ બહુમતીનો અંદાજ

ADVERTISEMENT

Exit Poll BJP is estimated to have a huge majority
Exit Poll BJP is estimated to have a huge majority
social share
google news

Exit Poll result live updates: મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 77.15 ટકા મતદાન થયું હતું. જે 2018ની સરખામણીમાં 1.52 ટકા વધુ હતું. મધ્યપ્રદેશમાં સત્તાનું ઊંટ કઈ રીતે બેસી જશે તેનો સૌથી સચોટ અંદાજ આજે India Today-Axis My India ના Exit Poll પરથી જાણો

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં કુલ પુરૂષ મતદારોમાંથી 78.21 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે કુલ લાયક મહિલાઓમાંથી 76.03 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. માહિતી અનુસાર, રતલામ જિલ્લાની સાયલાના વિધાનસભા બેઠક પર સૌથી વધુ 90.10 ટકા મતદાન થયું હતું. જ્યારે રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં અલીરાજપુર જિલ્લાની જોબત બેઠક પર સૌથી ઓછું 54.37 ટકા મતદાન થયું હતું.

જો કે સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. Madhya Pradesh માં ફરી એકવાર શિવરાજસિંહ ચૌહાણ (મામા) સરકાર બનાવવા જઇ રહ્યા છે. ભાજપને 140-162 સીટો મળી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસને 68-90 સીટો મળતી જોવા મળી રહી છે.

ADVERTISEMENT

આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ જોરદાર વાપસી કરી શકે છે. મધ્યપ્રદેશમાં ભાજપને 140થી 162 બેઠકો અને કોંગ્રેસને 68થી 90 બેઠકો મળવાની ધારણા છે. આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ જોરદાર વાપસી કરી શકે છે. મધ્યપ્રદેશમાં ભાજપને 140થી 162 બેઠકો અને કોંગ્રેસને 68થી 90 બેઠકો મળવાની ધારણા છે. એમપીમાં ભાજપને 47 ટકા અને કોંગ્રેસને 41 ટકા વોટ મળી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT