BJP New Campaign: ભાજપે લોકસભા ચૂંટણી પહેલા શરૂ કર્યું 'ડોનેશન અભિયાન', જાણો PM મોદીએ કેટલું દાન કર્યું
પીએમ મોદી સહિત ભાજપના ઘણા નેતાઓએ આજે X પર પોસ્ટ શેર કરીને ભાજપને ડોનેશન કર્યાનું જાહેર કર્યું છે. પીએમ મોદી પોસ્ટમાં કહ્યું કે હું ભાજપમાં યોગદાન આપીને ખુશ છું અને વિકસિત ભારતના નિર્માણ માટેના અમારા પ્રયાસોને મજબૂત કરી રહ્યો છું
ADVERTISEMENT
PM donates Rs 2,000 as 'party fund': વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભા ચૂંટણી પહેલા BJPને 'પાર્ટી ફંડ' તરીકે 2,000 રૂપિયાનું દાન આપ્યું હતું અને દરેકને યોગદાન આપવા વિનંતી કરી હતી. PM મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, નાગરિકોને નમો એપ દ્વારા ભાજપના 'રાષ્ટ્ર નિર્માણ માટે દાન' અભિયાનનો ભાગ બનવા વિનંતી. પીએમ મોદીએ શેર કરેલી રસીદ મુજબ, રાજકીય પક્ષને આપવામાં આવેલા દાનને આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કંપનીઓ માટે કલમ 80GGB અને અન્ય લોકો માટે કલમ 80GGC હેઠળ આવકવેરામાંથી છૂટ મળે છે.
પીએમ મોદીએ શું પોસ્ટ કરી
પાર્ટીને આપેલા દાનની રસીદ શેર કરતા પીએમ મોદીએ પોસ્ટ કર્યું કે, હું દરેકને NaMoApp દ્વારા #DonationForNationBuilding અભિયાનનો ભાગ બનવા માટે પણ વિનંતી કરું છું. બીજેપીના ક્રાઉડ ફંડિંગ અભિયાનની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 1 માર્ચના રોજ કરી હતી. તેમણે પાર્ટી ફંડમાં 1000 રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
જેપી નડ્ડાએ લોકોને દાન માટે કરી અપીલ
જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, 'ભારતને વિકસિત ભારત બનાવવાના PM મોદીના વિઝનને મારો વ્યક્તિગત સમર્થન આપવા માટે મેં ભાજપને દાન આપ્યું છે. ચાલો આપણે બધા આગળ આવીએ અને નમો એપનો ઉપયોગ કરીને DonationForNationBuilding જન ચળવળમાં ભાગ લઇએ. ચૂંટણી પંચના ડેટા દર્શાવે છે કે ભાજપ નાણાકીય વર્ષ 2022-2023માં 719 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં સફળ રહ્યું છે, જે પાછલા વર્ષ કરતાં 17 ટકા વધુ છે. તેને 2021-2022માં 614 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT