સિસોદિયાને 5 એપ્રિલ સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં તિહાર જેલ મોકલાયા
સંજય શર્મા.નવી દિલ્હીઃ EDએ આબકારી પોલિસીમાં ફેરફાર પાછળ ટેક્સ કૌભાંડના કેસમાં મનીષ સિસોદિયાની કસ્ટડી વધારવાની માંગ કરી નથી. રાઉઝ એવન્યુ કોર્ટમાં સ્પેશિયલ ED CBI જજ…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હીઃ EDએ આબકારી પોલિસીમાં ફેરફાર પાછળ ટેક્સ કૌભાંડના કેસમાં મનીષ સિસોદિયાની કસ્ટડી વધારવાની માંગ કરી નથી. રાઉઝ એવન્યુ કોર્ટમાં સ્પેશિયલ ED CBI જજ એમકે નાગપાલે સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. 5 દિવસના ED રિમાન્ડ પૂરા થયા બાદ બુધવારે બપોરે સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
Mehsana Accident: ઈકો કાર અને રિક્ષા વચ્ચે થયો અકસ્માત, ત્રણના મોત
ED અને CBIના કેસમાં થશે જામીન અરજી પર સુનાવણી
EDએ દિલ્હી આબકારી પોલિસી કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાના વધુ રિમાન્ડની માંગ કરી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. મનીષ સિસોદિયાએ જેલમાં વાંચવા માટે કેટલાક વધુ પુસ્તકો આપવાની અરજી આપી હતી. જેમાં કોર્ટે કહ્યું કે તેમને જે પુસ્તકો જોઈએ છે તે આપવામાં આવશે. CBI કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર 24 માર્ચે સુનાવણી થશે. વિશેષ અદાલત ED કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર 25 માર્ચે સુનાવણી કરશે. મંગળવારે કોર્ટે બંને જામીન અંગેની સુનાવણી કરી હતી. કોર્ટે EDને નોટિસ જારી કરીને સિસોદિયાની અરજી પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT