CCTVમાં જુઓ દમણમાં હોટલ માલિકને આવ્યો હાર્ટ એટેકઃ એક્ટીવા પરથી ધડામથી પછડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી.વલસાડઃ છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાત સહીત દેશ ભરમાં અનેક લોકોને અચાનક હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યાના બનાવો બની રહ્યા છે. જેમાં ચોંકાવનારી બાબત પણ એ સામે આવે છે કે મોટા ભાગના બનાવોમાં મૃતક યુવાન વ્યક્તિ હોય છે. હાલમાં જ દમણમાં આવો જ એક બનાવ બન્યો છે.

સાથ જીયેંગે સાથ મરેંગે.. આણંદમાં પતિનું અવસાન થતા પત્નીના પણ શ્વાસ છૂટી ગયા

દેવકાની પ્રતિષ્ઠિત હોટલના માલિક હતા મૃતક
સંઘપ્રદેશ દમણમાં પણ ગઈ કાલે આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં એક હોટલ સંચાલકને હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા મોપેડ પર બેઠા બેઠા અચાનક હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નીપજ્યું હતું, દેવકાની પ્રતિષ્ઠિત હોટલના માલિકના અચાનક હાર્ટ એટેકથી મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે, મળતી માહિતી મુજબ દમણના દેવકા તાઇવાડમાં રહેતા અને દેવકા વિસ્તારમાં આવેલી હોટલ સનરાઈઝના સંચાલક એવા દિપક ભંડારી નામના 52 વર્ષીય વ્યક્તિ ગઈ કાલે સવારે 10 થી 10:30ના સુમારે તેમની જ હોટેલના કમ્પાઉન્ડમાં મોપેડ પર બેસીને તેમના પિતા જોડે વાતો કરતા હતા ત્યારે અચાનક તેઓ મોપેડ પરથી નીચે ઢળી પડયા હતા.

કાલે સવારે રાહુલ ગાંધી આવશે ફ્લાઈટથી સુરતઃ મોદી સમાજ પર ટિપ્પણી મુદ્દે કોર્ટમાં આપશે હાજરી

પરિવારમાં શોકની લાગણી
દીપકભાઈ અચાનક ઢળી પડ્યા હતા આથી દીપકભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની મરવડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોકટરે દિપક ભાઈને મૃત જાહેર કર્યા હતા, હોટલ માલિકના અચાનક મોતની સમગ્ર ઘટના હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી. 52 વર્ષીય અને શરીરે સ્વસ્થ હોટલ સંચાલકના અચાનક મૃત્યુથી હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો, મિત્ર વર્તુળ અને તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગુજરાત સહીત દેશના અનેક રાજ્યોમાં છેલ્લા બે મહિનામાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં હસતાં-રમતાં-ડાન્સ કરતા, પારિવારિક પ્રસંગમાં બેઠા-બેઠા જુવાનજોધ લોકોએ અચાનક જીવ ગુમાવી દીધો હોય અને પાછળ પરિવારમાં માતમ છવાયો હોય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT