હાથીઓને વીજ કરંટથી બચાવવાના પગલાં અંગે સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ
સંજય શર્મા.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીને હાથી કોરિડોરમાં સુરક્ષા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે ચાર અઠવાડિયાની અંદર તેમનો…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીને હાથી કોરિડોરમાં સુરક્ષા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે ચાર અઠવાડિયાની અંદર તેમનો રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચે નેશનલ એલિફન્ટ કન્ઝર્વેશન ઓથોરિટીને એક વૈધાનિક સંસ્થા તરીકે માન્યતા આપી હતી અને સરકારને તેના રિપોર્ટ પર તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું હતું.
પાંજરે પુરાયેલા દીપડા સામે માણસનું અટહાસ્યઃ જુઓ ડાંગનો આ Video
મંત્રાલયે સોગંદનામામાં શું કહ્યું?
મંત્રાલયે તેના એફિડેવિટમાં કહ્યું હતું કે, દેશભરમાં હાથીઓ માટે સંરક્ષિત વન વિસ્તારનો વિસ્તાર વધારીને 77,572 ચોરસ કિલોમીટર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના તેરાઈના તે વિસ્તારોને પણ ગજ સંરક્ષણ ક્ષેત્રમાં આરક્ષિત કરવામાં આવ્યા છે જ્યાં હાથીઓની અવરજવર રહે છે. ગજ વિસ્તારમાં, દેશના 88 એલિફન્ટ કોરિડોરમાંથી 52%ને માન્યતા આપવામાં આવી છે.
જુના Tax Slab થી જ બચશે પુરા પૈસા: 9 લાખ છે વાર્ષિક આવક હોય તો New Tax Slab ભુલી જજો
વીજ કરંટથી હાથીઓના મૃત્યુ
કોર્ટનો આદેશ કોરિડોરમાં સ્થાપિત ઈલેક્ટ્રીક વાયરથી વીજ કરંટ લાગવાથી હાથીઓના મૃત્યુના કિસ્સાઓને હાઈલાઈટ કરતી અરજી પર આવ્યો છે. અરજીમાં સંરક્ષિત વિસ્તારો (વન્યજીવ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો, સામુદાયિક અનામત અને સંરક્ષણ અનામત), હાથી અનામત, ચિહ્નિત હાથી કોરિડોર અને હાથીઓના જાણીતા વિસ્તારોમાંથી પસાર થતી હાઇ-વોલ્ટેજ પાવર લાઇનને તાત્કાલિક અસરથી ઇન્સ્યુલેશન માટે નિર્દેશો પણ માંગવામાં આવ્યા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT