જુના Tax Slab થી જ બચશે પુરા પૈસા: 9 લાખ છે વાર્ષિક આવક હોય તો New Tax Slab ભુલી જજો

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : નવી ટેક્સ વ્યવસ્થાને આકર્ષક બનાવવાના ઉદ્દેશ્યથી નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટાં જુના ટેક્સ રિજીમને યથાવત્ત રાખીને અનેક પરિવર્તનોની જાહેરાત કરી છે. જો કે બેંક ઓફ ધ એનવલપના કેલ્ક્યુલેશન અનુસાર નવા ટેક્સ રિજીમની તુલનાએ ઓલ્ડ ટેક્સ રિજીમ હેઠળ એક ટેક્સપેયર વધારે ટેક્સમાં છુટછાટ અને ડિડક્શનનો લાભ મેળવી શકે છે.

વાર્ષિક આવક 9 લાખ રૂપિયા છે તો નવો સ્લેબ કે જુનો સ્લેબ રાખવો
ઉદાહરણ તરીકે તમારી વાર્ષિક આવક 9 લાખ રૂપિયા છે અને ઓલ્ડ ટેક્સ રિજીમની પસંદગી કરવામાં આવી છે. તેવામાં 50 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન અને 80 C હેઠળ મળતા 1.5 લાખ રૂપિયાના ડિડક્શનનો લાભ મેળવી શકો. જો કે જો નવા રિજીમને તમે પસંદ કરો છો તો તમારે 45 હજાર રૂપિયા ટેક્સ ચુકવવો પડશે. કારણ કે ત્યાર બાદ કોઇ પણ પ્રકારના ડિડક્શનનો લાભ તમે નહી લઇ શકો.

જુના ટેક્સ સ્લેબમાં જ છે મહત્તમ ફાયદો
બીજી તરફ જો જુના રિજીમ હેઠળ ઉપલબ્ધ ટેક્સ ડિડક્શનનો લાભ ઉઠાવી શકો છે. જેમ કે 80D (25 રૂપિયનો સ્વાસ્થય વિમો), કલમ 24 બી હેઠળ હોમ લોનના વ્યાજ પર (2 લાખ રૂપિયાનો ઘટાડો) અને NPS હેઠળ 50 હજાર રૂપિયા તો તમારી ઇનકમ ટેક્સ ચુકવવો જ નહી પડે. આપો આપ શુન્ય થઇ જશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ટેક્સ કેલ્કુલેશન સમજો
વાર્ષિક આવક – 9,00,000-1,50,000- (80C)= 7,50,000
ટેક્સેબલ રકમ – 7,50,000-2,00,000 (હોમલોન વ્યાજ)= 5,50,000
ટેક્સેબલ રકમ- 5,50,000-50,000 (NPS)= 5,00,000
5,00,000 લાખ રૂપિયા સુધીની આવક ઓલ્ડ ટેક્સ રિજીમમાં ટેક્સ ફ્રી છે. સાથે જ 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ટેક્સ ડિડક્શનનો પણ લાભ લેવાઇ શકે છે.

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 7 લાખ રૂપિયા કરી દેવાયા
નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ છુટની સીમા વધારીને 7 લાખ રૂપિયા કરી દેવાઇ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા ટેક્સ ચુકવવાના વર્તુળમાંથી બહાર રહેશે. જો કે જો તમારી વાર્ષિક આવક 9 લાખ રૂપિયા છે અને તમે નવા ટેક્સ રિજીમને પસંદ કરો છો તો તમારે ટેક્સ તરીકે 45 હજાર રૂપિયા ચુકવવા પડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT