કિર્ગિસ્તાનમાં ભારતીયો પર હુમલા વચ્ચે સુરતની વિદ્યાર્થિનીએ વીડિયોથી જણાવી આપવીતી
Kyrgyzstan Indian Students કિર્ગિસ્તાનમાં 13 મેથી હિંસા ભડકી રહી છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે ભારતીયોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમને ટાર્ગેટ કરીને મારવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
Kyrgyzstan Indian Students કિર્ગિસ્તાનમાં 13 મેથી હિંસા ભડકી રહી છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે ભારતીયોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમને ટાર્ગેટ કરીને મારવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે અહીં પાકિસ્તાની વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવે છે, હુમલાખોરો તેમની હોસ્ટેલમાં પ્રવેશ કરે છે અને આ અઠવાડિયે પરીક્ષાઓ યોજાવાની છે અને તે પહેલા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સ્થિતિ એવી છે કે હોસ્ટેલના રૂમમાં બંધ રહેવું પડે છે. ગુજરાતના પણ અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓ કીર્ગિસ્તાનમાં અભ્યાસ કરી રહ્યા છે.
સુરતની વિદ્યાર્થિનીએ વીડિયો દ્વારા મદદ માગી
આ વચ્ચે મૂળ સુરતની રીયા લાઠિયા નામની સેકન્ડ યરની MBBSની વિદ્યાર્થિનીનો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં તે મદદ માગી રહી છે અને તેમને વતન પાછા લાવવામાં આવે તેવી માંગ કરી રહી છે. વીડિયોમાં રિયા બોલે છે, પ્લીઝ અમને અહીંયાથી જલ્દી કાઢો'. એક નાના ઈસ્યૂને મોટો ઈસ્યૂ કરી નાખ્યો છે.તેના કારણે અમે ઘરની બહાર નથી નીકળી શકતા. યુનિવર્સિટીના લોકો અમને સપોર્ટ કરે છે. યુનિવર્સિટીના પ્રોફેસર અમારા પાસે સામાન લઈને આવે છે અને 7 દિવસનો સામાન પૂરો પાડ્યો છે. મને નથી લાગતું તે હવે વધારે મદદ કરી શકે. અમને પ્લીઝ ત્યાં બોલાવી લો. અમે અહીં સુરક્ષીત નથી.
બનાસકાંઠાના 8 વિદ્યાર્થીઓ આવશે વતન
આ વચ્ચે કીર્ગિસ્તાનમાં ફસાયેલા બનાસકાંઠાના 8 જેટલા વિદ્યાર્થીઓ આવતીકાલે વતન આવશે. MBBSનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 12 દિવસથી કીર્ગિસ્તાનના બિસ્કેક શહેરમાં ફસાયેલા છે. સ્થાનિક યુવકો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવાની ઘટનાથી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ રહેવાની ફરજ પડે છે અને તેમને યુનિવર્સિટીના લોકો દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની સ્થિતિના કારણે ગુજરાતમાં તેમના માતા-પિતા પણ ચિંતિત થયા છે અને તેમને પરત બોલાવી લીધા છે.
ADVERTISEMENT
કિર્ગિસ્તાનમાં સ્થિતિ સામાન્ય હોવાનો વિદેશ મંત્રાલયનો દાવો
જોકે બીજી તરફ વિદેશ મંત્રાયલનું કહેવું છે કે કીર્ગિસ્તાનમાં સ્થિતિ હવે સામાન્ય છે અને ગભરાવવાની કોઈ જરૂર નથી. કીર્તિસ્તાનમાં ભારતીય દૂતાવાસે કેટલાક ટ્વીટ કરીને સ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું છે. જોકે વિદ્યાર્થીઓ જલ્દીથી જલદી પોતાના વતન પાછા આવવા માંગે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT