Khalistani Nijjar killing: કેનેડાની સંસદમાં બોલ્યા PM ટ્રૂડો, ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં થઈ શકે છે ભારતનો હાથ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Khalistani Nijjar killing: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે દેશની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના કનેક્શનની તપાસમાં વ્યસ્ત છે.

ઓટાવામાં હાઉસ ઓફ કોમન્સને સંબોધતા ટ્રુડોએ કહ્યું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. ટ્રુડોએ કહ્યું કે પોતાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં અન્ય કોઈ દેશ અથવા વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ મૂળભૂત નિયમોની વિરુદ્ધ છે જેના દ્વારા ખુલ્લું અને લોકશાહી સમાજ કાર્ય કરે છે. તેમણે કહ્યું કે ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો ગુસ્સે છે અને કદાચ ડરી ગયા છે. તેથી અમને બદલવા માટે દબાણ કરશો નહીં. તમને જણાવી દઈએ કે ભારતના મોસ્ટ વોન્ટેડ અને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને 18 જૂનના રોજ કેનેડાના સરેમાં ઠાર કરવામાં આવ્યો હતો. નિજ્જરને કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.

ADVERTISEMENT

ટ્રુડોએ સંસદમાં શું કહ્યું?

આજે હું ગૃહને એક ખૂબ જ ગંભીર બાબતથી વાકેફ કરવા માંગુ છું. મેં વિપક્ષના નેતાઓને સીધી જ જાણ કરી છે, પરંતુ હવે હું તમામ કેનેડિયનને કહેવા માંગુ છું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જર અને ભારત સરકાર વચ્ચે સંભવિત જોડાણોના વિશ્વસનીય આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. કેનેડા કાયદાનું પાલન કરતો દેશ છે. આપણા નાગરિકોની સુરક્ષા અને આપણા સાર્વભૌમત્વનું રક્ષણ મૂળભૂત છે.

અમારી ટોચની પ્રાથમિકતા એ છે કે અમારી સુરક્ષા એજન્સીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ તમામ કેનેડિયનોની સલામતીની ખાતરી કરે. આ હત્યાના દોષિતોને ન્યાય અપાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. કેનેડાએ આ મુદ્દો ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે. ગયા અઠવાડિયે, મેં વ્યક્તિગત રીતે જી-20માં વડાપ્રધાન મોદી સાથે સીધો આ મુદ્દો ઉઠાવ્યો હતો. આપણી જ ધરતી પર કોઈપણ કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની સંડોવણી એ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. અમે આ અત્યંત ગંભીર બાબત પર અમારા ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. હું ભારત સરકારને આ મામલાના તળિયે જવા માટે કેનેડાને સહકાર આપવા માટે શક્ય એટલી મજબૂત શરતોમાં વિનંતી કરું છું.

ADVERTISEMENT

શું PM મોદીને ખુશ કરવા ગુજરાતના ચાર જિલ્લા બરબાદ કરી નંખાયા? આક્ષેપનો સરકારે શું જવાબ આપ્યો

હું જાણું છું કે ઘણા કેનેડિયનો, ખાસ કરીને ભારતીય મૂળના કેનેડિયન સમુદાયના લોકો અત્યારે ગુસ્સે છે અને કદાચ ડરી ગયા છે. આવી ઘટનાઓને અમને બદલવા માટે દબાણ ન થવા દો. ચાલો આપણે આપણા લોકશાહી સિદ્ધાંતો અને કાયદાનું પાલન કરવાની આપણી પ્રતિબદ્ધતામાં શાંત અને મક્કમ રહીએ. આ અમારી ઓળખ છે અને અમે કેનેડિયન તરીકે આ જ કરીએ છીએ.

ADVERTISEMENT

ભારતીય રાજદ્વારીને કેનેડામાંથી હાંકી કાઢાયા

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે સંસદમાં પીએમ ટ્રુડોના નિવેદન બાદ કેનેડાએ ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. કેનેડા સરકારનો આરોપ છે કે ભારતીય રાજદ્વારીઓ નિજ્જરની હત્યાની તપાસમાં દખલ કરી રહ્યા હતા. કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલી કહે છે, ‘જો આ બધું સાચું સાબિત થાય છે, તો તે અમારી સાર્વભૌમત્વ અને એકબીજા સાથે વ્યવહાર કરવાના મૂળભૂત નિયમોનું મોટું ઉલ્લંઘન હશે. એટલા માટે અમે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. પીએમ ટ્રુડોએ આ મામલો અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન સમક્ષ પણ ઉઠાવ્યો છે.

મોદીએ G20માં ટ્રુડોને આ વાત કહી હતી

જી-20 દરમિયાન વડાપ્રધાન મોદી અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ ટ્રુડો સાથે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ તેમને કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા ચાલી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓને લઈને ભારતની ચિંતાઓ વિશે જાણકારી આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે ઉગ્રવાદીઓ અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે, ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે, રાજદ્વારી સંકુલોને નિશાન બનાવી રહ્યા છે અને કેનેડામાં ભારતીય સમુદાય અને તેમના ધાર્મિક સ્થળો પર હુમલા કરી રહ્યા છે. આ બધું કેનેડા માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ.

કોણ છે હરદીપ સિંહ નિજ્જર?

નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે ટ્રુડો 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમને ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી સોંપી હતી, જેમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 2010 માં, પટિયાલામાં એક મંદિરની બહાર બોમ્બ વિસ્ફોટમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હિંસા ભડકાવવા અને આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા સહિતના અનેક કેસમાં પોલીસ તેને શોધી રહી હતી. ભારત સરકારે હરદીપ સિંહ નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો હતો. NIAએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT