શું PM મોદીને ખુશ કરવા ગુજરાતના ચાર જિલ્લા બરબાદ કરી નંખાયા? આક્ષેપનો સરકારે શું જવાબ આપ્યો - narmada river water stopped in sardar lake for pm modis birthday because of this a flood situation has been created in gujarat says congress and aap - GujaratTAK
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ

શું PM મોદીને ખુશ કરવા ગુજરાતના ચાર જિલ્લા બરબાદ કરી નંખાયા? આક્ષેપનો સરકારે શું જવાબ આપ્યો

અમદાવાદ : મધ્યપ્રદેશમાં અને મધ્યગુજરાતમાં વરસાદ ભરપુર વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ ભરાતા પાણી છોડાયું છે. જેના પગલે નર્મદા નદી ગાંડીતુર બની છે. પાણીના પ્રવાહના કારણે વડોદરા, નર્મદા, ભરૂચ સહિત નર્મદા નદીના કિનારે રહેલા તમામ જિલ્લા અને તાલુકાઓ પર થયું છે. 11 હજારથી વધારે લોકોને પ્રભાવિત થયા છે. કાંઠા વિસ્તારના કેટલાક […]
Man made disaster

અમદાવાદ : મધ્યપ્રદેશમાં અને મધ્યગુજરાતમાં વરસાદ ભરપુર વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ ભરાતા પાણી છોડાયું છે. જેના પગલે નર્મદા નદી ગાંડીતુર બની છે. પાણીના પ્રવાહના કારણે વડોદરા, નર્મદા, ભરૂચ સહિત નર્મદા નદીના કિનારે રહેલા તમામ જિલ્લા અને તાલુકાઓ પર થયું છે. 11 હજારથી વધારે લોકોને પ્રભાવિત થયા છે. કાંઠા વિસ્તારના કેટલાક ગામડાઓમાં એક માળ જેટલું પાણી છે. સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ પર છે.

કિનારાના વિસ્તારમાં હાહાકાર અનેક 11 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા

બીજી તરફ નર્મદાનું જળ સ્તર એટલા ભયજનક સ્તરે વહી રહ્યું છે કે, સુરત તરફ જતા ગોલ્ડન બ્રિજ, આ ઉપરાંત મુંબઇ અમદાવાદ હાઇવે પણ અનેક સ્થળો પર બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત અમદાવાદ મુંબઇનો રેલવે વ્યવહાર પણઠપ્પ છે. અનેક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો કેટલીક ટ્રેનને રદ્દ કરવામાં આવી છે. કેટલાકને શોર્ટ રૂટ કરવામાં આવી છે.

પીએમ મોદીને ખુશ કરવા માટે સેંકડો લોકોના જીવ ત્રાજવે નાખી દેવાયા: શક્તિસિંહ

જો કે આટલા ભયાનક પુર પાછળનું કારણ તમે જાણશો તો ચોંકી ઉઠશો. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. શક્તિસિંહે આક્ષેપ કર્યો કે, વડાપ્રધાન મોદીને ખુશ કરવા માટે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓને બરબાદ કરી નાખવામાં આવ્યા. પીએમનો જન્મ દિવસ આવી રહ્યો હોવાથી દર વર્ષે જાણે કે ગુજરાતને બરબાદ કરવાનો શિરસ્તો બની ગયો છે. પ્રતિવર્ષ નર્મદામાં નવા નિરના વધામણાના નામે ડેમને પહેલા ટોચ સુધી ભરવામાં આવે છે. પછી પાણી એક સાથે ભયજનક રીતે છોડવામાં આવે છે. જેથી પીએમ મોદીનો જન્મ દિવસ તો ઉજવાય છે પરંતુ ગુજરાતીઓની બરબાદી અને ગુજરાતને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.

ચાપલુસી કરવા માટે સરકારથી માંડીને અધિકારીઓ એક પગે ઉભા રહે છે

નર્મદા ડેમ ઓવરફ્લો થવા મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે કહ્યું કે, ખુબ જ દુખની બાબત છે કે, નર્મદા ડેમમાંથી એક સાથે 17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પહેલાથી જ તબક્કાવાર કેમ છોડવામાં ન આવ્યું. પીએમને ખુશ કરવા માટે ટર્બાઇન સહિત પાણીનો નિકાસ બંધ કરી દેવામાં આવ્યું હતું. એક સાથે 18.2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જેના કારણે નર્મદા અને ભરૂચના અનેક વિસ્તારોમાં તો 2-2 માળ ડુબી જાય તેટલું પાણી ભરાઇ ગયું છે. લોકો ધાબા પર રહેવા મજબુર છે. ખેડૂતો પાયમાલ થઇ ચુક્યા છે. પીએમના જન્મ દિવસ અને નર્મદાના નીરના વધામણાના નાટક કરવાનું બંધ કરીને પહેલાથી પદ્ધતીસર પાણી છોડવામાં આવ્યું હોત તો આ ન થયું હોત. એક અઠવાડીયાથી ડેમમાં પાણી વધી રહ્યું હતું તેમ છતા પણ એક ટીપુ પાણી ન છોડવામાં આવ્યું. પીએમના જન્મ દિવસ નિમિત્તે નાગરિકોના જીવન બરબાદ થઇ જાય તેવી ઉજવણી ન કરવી જોઇએ. હાલમાં ગુજરાતની જે સ્થિતિ છે તે કુદરતી નહી પરંતુ માનવ સર્જીત હોનારત છે.

આમ આદમી પાર્ટીએ પણ લગાવ્યા ગંભીર આક્ષેપ

આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને ઇસુદાન ગઢવીએ પણ આ જ પ્રકારના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે પણ આક્ષેપ લગાવ્યો કે, પીએમ મોદીના જન્મ દિવસના તાયફામાં ગુજરાતના 11 હજાર લોકો ઘર હોવા છતા રઝળી પડ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કરોડો રૂપિયાના જાનમાલનું નુકસાન થયું છે. આ બધાની પાછળનું કારણ માત્ર જન્મ દિવસ અને નર્મદાના નીરના નામે કરવામાં આવતા તાયફા છે. જેનું ફળ આજે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ ભોગવી રહ્યા છે. પીએમ મોદીને ખુશ કરવા માટે ગુજરાત સરકાર અને ગુજરાતના અધિકારીઓએ તાયફા કરવાનું બંધ કરી દેવું જોઇએ.

સરકારના પ્રવક્તાની સ્પષ્ટતા

આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષીકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે દોઢ દિવસમાં નર્મદા ડેમમાં 22 લાખ ક્યુસેક પાણીની આવક થઇ હતી. તેમ છતા પણ ડેમમાંથી માત્ર 18 લાખ ક્યુસેક જ પાણી છોડાયું હતું. આ માનવસર્જિત આફત નથી પરંતુ કુદરતી આફત જ છે. આવા મુદ્દાઓ પર વિપક્ષે રાજનીતિ ન કરવી જોઇએ. આ એવો સમય છે જ્યારે પક્ષા પક્ષી છોડીને ગુજરાત પર આવેલી આફત સામે તમામે એક થઇને લડવું જોઇએ. ઋષીકેશ પટેલે કહ્યું કે, માનવ સર્જિત આફતનું નામ આપીને વિપક્ષ રાજનીતિક લાભ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…