કર્ણાટકમાં કોંગ્રેસને ‘ઓપરેશન લોટસ’નો ડર? 5 સ્ટાર હોટલમાં 50 રૂમ બુક, વિજેતા MLAને હોટલ પહોંચવા આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Karnataka Election Result 2023: આજે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળતી જોવા મળી રહી છે. પાર્ટી 119 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 72 સીટો પર આગળ છે. જ્યારે જેડીએસ 26 પર આગળ છે. કોંગ્રેસે બેંગલુરુની 5 સ્ટાર હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરાવ્યા છે. વિજેતા ધારાસભ્યોને રાત્રે 8 વાગ્યા સુધીમાં હોટલ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. આવતીકાલે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળશે.

કોંગ્રેસને વલણમાં મળી બહુમતિ
10 મેના રોજ કર્ણાટકમાં 224 સીટો પર મતદાન થયું હતું. સત્તાધારી ભાજપે ફરી એકવાર સત્તામાં આવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે, ત્યારે કોંગ્રેસ ભાજપને સત્તા પરથી હટાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા નકારી શકાતી નથી. આવી સ્થિતિમાં JD(S) પણ ફરી એકવાર કિંગ મેકર બનવાની આશા રાખી રહી છે.

ADVERTISEMENT

કોંગ્રેસના કાર્યાલય બહાર સમર્થકોની ઉજવણી
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયની બહાર ઉજવણી કરે છે. બીજી તરફ કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને મળવા પહોંચવા લાગ્યા છે. કર્ણાટકમાં ટ્રેન્ડ્સ મુજબ કોંગ્રેસને 43.17 ટકા વોટ મળતા દેખાઈ રહ્યા છે. જ્યારે ભાજપને 36.02 ટકા અને JDUને 13.02 ટકા વોટ મળતા દેખાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT