જમ્મુના કઠુઆમાં સેનાની ગાડી પર હુમલો, ગ્રેનેડ ફેંકીને ભાગ્યા આતંકીઓ, ચાર જવાન શહીદ
Terrorist attack on an army vehicle in Kathua: જમ્મુના કઠુઆમાં સેનાની ગાડી પર આતંકી હુમલો થયો છે, હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Terrorist attack on an army vehicle in Kathua: જમ્મુના કઠુઆમાં સેનાની ગાડી પર આતંકી હુમલો થયો હતો. જે હુમલામાં સેનાના જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, આ આતંકી હુમલામાં ચાર જવાનો શહીદ થયા છે. હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘાટીમાં અશાંતિ વધી છે.
ચાર જવાન શહીદ થયા
કઠુઆના માચેડી વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થયા છે જ્યારે ચાર જવાન ઈજાગ્રસ્ત થયા છે. સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે. આ માહિતી સેનાના અધિકારીઓએ આપી છે.
રાજૌરીમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો
એક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાનો મામલો સામે આવ્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એલર્ટ સુરક્ષા ચોકી પર તૈનાત સૈનિકે પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સેનાનો જવાન ઘાયલ થયો હતો. આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.
ADVERTISEMENT
કુલગામમાં ગોળીબાર થયો હતો
બીજી તરફ આ હુમલાના થોડા કલાકો બાદ જ ચીનીગામ ગામમાં ગોળીબારની બીજી ઘટના સામે આવી છે. સેનાને લશ્કર જૂથ વિશે ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી સુરક્ષા દળો તે વિસ્તારમાં પહોંચ્યા હતા. બંને તરફથી ગોળીબાર થયો હતો. સેનાને કુલગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.
ADVERTISEMENT